આજે દેવપોઢી એકાદશી: ચાતુર્માસ, બાળકીઓના ગૌરીવ્રતની શરૂઆત

DivyaBhaskar News Network

Jul 27, 2015, 02:35 AM IST
આજે દેવપોઢી એકાદશી: ચાતુર્માસ, બાળકીઓના ગૌરીવ્રતની શરૂઆત
હવે ચાર મહિના સુધી લગ્ન સહિતના માંગલિક કાર્યો બંધ રહેશે, તહેવારોની સિઝન શરૂ

અષાઢસુદ એકાદશીથી ભગવાન વિષ્ણુ પોઢે છે આથી તેને દેવપોઢી એકાદશી કહેવામાં આ‌વી છે. ભાદરવા સુદ એકાદશીએ પડખુ ફેરવે છે આથી તેને પાવર્તીની એકાદશી કહેવાય છે અને કારતક સુદ એકાદશીએ જાગે છે આથી તેને દેવઊઠી એકાદશી તરીકે ઓળખાવાય છે. અષાઢ સુદ એકાદશીથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. આજ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આથી ચાર મહિના દરમિયાન ધર્મકાર્યો શુભકાર્યોનો વિશેષ મહિમા રહેલો છે. સોમવારના રોજથી પ્રારંભ થતા ગૌરીવ્રતને કારણે રવિવારના રોજ બજારોમાં મોટી સંખ્યામાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરીજનોએ ડ્રાયફ્રૂટ, ફળફળાદિ પૂજાપાના સામાન સહિત નવા કપડા અને અન્ય વસ્તુઓની વરસતા વરસાદમાં ખરીદી કરી હતી.

ગૌરીવ્રતના પ્રારંભ સોમવારના રોજ હજારોની સંખ્યામાં બાળકીઓ કરશે. શુક્રવારનાર રોજ વ્રતની પૂર્ણાહુતિ થશે. બુધવારના રોજથી જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ થશે. ગૌરીવ્રતના પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા બાદની બા‌ળકીઓ દ્વારા જયા-પાર્વતી વ્રત કરે છે. જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ રવિવારના રોજ થશે. રવિવારે જયા પાર્વતી વ્રત કરનારી કુંવારિકાઓ જાગરણ કરશે. દરેક વ્રતમાં જાગરણનો મહત્વ રહેલું છે. શહેરમાં કોર્પો. દ્વારા જાગરણના દિવસે શહેરમાં ઘણી જગ્યાઓ જેવી કે, કાંકરિયા લેક ફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર તળાવ, મલાવ તળાવ સહિતની જગ્યાઓએ ડી.જે., લાઇટિંગ અને પીવાના પાણીની સુવિધા કરી છે.

હિંદુ ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ રહેલું છે. મહિનાઓ દરમિયાન એક ટાણુ ઉપવાસ કરવાનું સાથોસાથ ધર્મ કાર્યો કરવાનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવામાં આવેલો છે.

ભગવાનને 25 ફૂટનો ડ્રાયફ્રૂટનો હાર

ચાતુર્માસના પ્રારંભે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલો 25 ફૂટનો હાર અર્પણ કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ શણગાર અને પારાયણ યોજાશે.

X
આજે દેવપોઢી એકાદશી: ચાતુર્માસ, બાળકીઓના ગૌરીવ્રતની શરૂઆત
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી