• Gujarati News
  • ખેડૂતોની કેરી સીધી ગ્રાહકો સુધી પહોંચશે

ખેડૂતોની કેરી સીધી ગ્રાહકો સુધી પહોંચશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંકુદરતી રીતે પાકેલી અને રસાયણથી મુક્ત કેરી પકવતા ખેડૂતોને સહયોગ કરવા તેમજ કેરી ગ્રાહકો સુધી સીધી પહોંચાડવા ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. ‘મધુર ડેરી’ તેમજ દિશા સંસ્થાના સહયોગથી ગુજરાત કેરી મહોત્સવ 2015નું આયોજન કર્યું છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તાલીમબદ્ધ ખેડૂતો પાસેથી મેળવાયેલી કેસર કેરીનું વેચાણ કરાશે. અંગે મધુર ડેરીના ચેરમેને ડો. શંકરભાઈ રાણા અને દિશાના ચેરમેન રાજુ પુરોહિતે જણાવ્યું કે, અમે 6 મહિના પહેલાંથી કેસર કેરીના વેચાણ માટે પ્લાનિંગ કરી લીધું હતું. જેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં વધુ કાઉન્ટર શરૂ કરીશું.

કેરી પાકના વીમા મુદ્દે સરકારને રજૂઆત કરાશે

ગુજરાતનાંવિવિધવિસ્તારમાં કેરીની ખેતી કરતા ખેડૂતોને માવઠા જેવી સ્થિતિમાં ભારે નુકસાન વેઠવું પડે છે. કેરીના પાક માટે પણ વીમો ઉતારાય તે દિશા સંસ્થા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.