• Gujarati News
  • ધૂળની ડમરી વરસાદથી 29 વૃક્ષો ધરાશાયી

ધૂળની ડમરી-વરસાદથી 29 વૃક્ષો ધરાશાયી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદશહેરમાં ફરી એક વખત વાવાઝોડા સાથે વરસાદે સર્જેલી અણધારી આંધીમાં નાગરિકોમાં દોડધામ મચી ગઈ હતી. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ઢળતી સાંજે ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો. અડધોથી એક ઈંચ જેટલો વરસાદ શહેરમાં એકથી દોઢ કલાકના સમયગાળામાં વરસ્યો હતો. ભારે વાવાઝોડાના કારણે શહેરના જુદા જુદા ભાગોમાં 29 જેટલા મહાકાય વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ મળ્યા છે. ચાર સ્થળોએ મોટા મોટા વૃક્ષો ધરાશાયી થતા કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. દસથી બાર સ્થળોએ સામાન્ય પાણી ભરાયા હતા. વાડજ વિસ્તારમાં મોટું હોર્ડિંગ્સ પડી જતા રિક્ષા દબાઈ ગઈ હતી. તો તિલકબાગ પાસે એમટીએસ બસ સ્ટેન્ડ ઉપર હોર્ડિંગ્સ માટે લગાવેલી પેન્ટ્રી રસ્તા પર પડી ગઈ હતી. તાજેતરમાં અમદાવાદમાં કરા સાથે વરસાદ પડ્યો ત્યારે મ્યુનિ. કમિશનર ડી. થારાએ કંટ્રોલ રૂમ શરૂ કરવાનો આદેશ કર્યો હતો છતાં પણ આજ સુધી કંટ્રોલ રૂમ શરૂ થયો નથી.

વાવાઝોડાના કારણે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ પડી જવાના બનાવો પણ બન્યા હતા.

અમદાવાદમાં બપોરે 41 ડિગ્રીની ગરમી બાદ 4 વાગ્યા બાદ વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે ભારે પવન ફુંકાયો હતો. જેમાં દધિચી બ્રિજ પર પવનના કારણે એક ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.

બચાવ |ઝાડ પડ્યું પણ મહિલાનો બચાવ

જોધપુરમાંઆવેલાશ્રદ્ધા સ્કૂલ અને લોટસ સ્કૂલની વચ્ચે આવેલા પાર્ટી પ્લોટની પાસે બુધવારે મોડી સાંજે અેક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે જેના પગલે અહીં એક્ટિવા પરથી પસાર થઈ રહેલા એક મહિલા ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.

ઝોન સંખ્યા

પશ્ચિમ12

મધ્ય06

નવાપશ્ચિમ 07

ઉત્તર02

પૂર્વ02

કયા ઝોનમાં કેટલાં વૃક્ષો

ઈફેક્ટ |વાવાઝોડાથી થલતેજમાં લાઈટો ડૂલ

થલતેજસહિતશીલજ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાના કારણે મોડી સાંજે વાગ્યાથી લાઈટો ડૂલ થઈ ગઈ છે. લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજુ વિસ્તારોમાં વીજળી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

વાતાવરણમાં પલટો | કાળઝાળ ગરમી પછી બપોરે 4.30 વાગ્યા બાદ અચાનક વાદળોનું આક્રમણ, અંધારું છવાયું