તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓરમાન પિતા સાથે મળીને માતાનો દીકરીને બે લાખમાં વેચવાનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓરમાન પિતા સાથે મળીને માતાનો દીકરીને બે લાખમાં વેચવાનો પ્રયાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂર્વવિસ્તારની 19 વર્ષીય યુવતીને ઓરમાન પિતા તથા સગી માતાએ વેચી દેવાની પેરવી કરતા હોઇ યુવતીને ત્રાસ આપતા યુવતી ભાગીને પોતાના મોટા બાપાના ઘરે જતી રહી હતી. અગાઉ પણ યુવતી સગીર હતી ત્યારે માતા પિતાએ તેને લગ્ન કરવાના બહાને વેચી માર્યાનો આરોપ યુવતીએ મુક્યો છે. હાલ યુવતીના કહેવાતા સાસરી પક્ષ પાસેથી ઓરમાન પિતા અને સગી માતાએ આણાના બહાને દર દાગીના અને 2 લાખ રૂ. લઇ યુવતીને કહેવાતા સાસરે મોકલતા હવે યુવતીને કહેવાતા સાસરીવાળા પણ રાખવા તૈયાર નથી. માતા પિતાના ત્રાસથી કંટાળી યુવતીએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા.

પૂર્વમાં રહેતી યુવતી જ્યારે સગીર હતી તે સમયે તેના ઓરમાન પિતા અને માતાએ તારા લગ્ન કરાવવાના છે તેમ કહી વેચી મારી હતી અને ત્યાર બાદ તેઓની પાસેથી કિમતી દર-દાગીના, રૂ. 2 લાખ રોકડા લઇ યુવતીનું આણું કરવાના બહાને યુવતીને કહેવાતી સાસરીમાંથી પરત તેડી લાવી પરત સાસરીમાં મોકલેલ નથી. હાલ બીજી જગ્યાએ યુવતીને વેચી મારવાની પેરવીઓ કરી રહ્યા છે.

યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘હાલ મારા ઓરમાન પિતા અને સગી માતા મને વારંવાર વિવિધ પુરુષો બતાવી તેમની સાથે લગ્ન કરવાના બહારને વેચી મારવાની પેરવીઓ કરતા હોઇ હું એઠવાડિયા પહેલાથી ભાગીને મારા મોટા પપ્પાને ત્યાં રહેવા આવી ગઇ છું. ત્યારે મારા માતા પિતાએ મારા મોટા બાપાની હાજરીમાં મને ઢોર માર પણ માર્યો છે અને મારું અપહરણ કરી અન્ય જગ્યાએ વેચી દેવાનો પ્રયાસ પણ કર્યો છે.’

યુવતી માતા પિતા સાથે જઇ શકે એમ નથી તેમજ તેના કહેવાતા સાસરી પક્ષ પાસેથી પૈસા તથા દાગીના ઓરમાન પિતા તથા સગી માતાએ પડાવી લીધા હોવાથી તેઓ યુવતીને સ્વીકારવા તૈયાર નથી. યુવતી પાસે રહેવાનું ઠેકાણું હોઇ મોટા બાપા પાસે રહે છે. યુવતીએ પોલીસને ફરિયાદ કરી છે કે બંને તેટલું જલ્દી આરોપીઓની પુછપરછ કરે અને મને અન્ય જગ્યાએ વેચી મારવાની પેરવીથી બચાવે, કેમ કે તેઓ વારંવાર ઠેકાણું બદલતા હોઇ પછીથી હાથમાં નહી આવે.

યુવતી પોલીસ પાસે ગઈ પરંતુ માતા-પિતાનો કોઈ પત્તો મળ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો