તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પોલીસ કમિશનરે તાજેતરમાં ક્રાઇમ રેટ ઘટાડવા સૂચવેલું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કમિશનરે તાજેતરમાં ક્રાઇમ રેટ ઘટાડવા સૂચવેલું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે 15 કલાકમાં 2 લૂંટ, 10 લાખ લૂંટાયા

અમદાવાદનાસરદારનગર અને ચાંદખેડા વિસ્તારમાં બે વ્યક્તિની નજર ચૂકવીને લુટારુઓ રૂ.10.35 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. 15 કલાકમાં રૂ.10.35 લાખની લૂંટ બાદ બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. મહત્ત્વનું છે કે પોલીસ કમિશનરે તાજેતરમાં ક્રાઇમ રેટ ઘટાડવા શહેરના પોલીસ અધિકારીઓને સૂચન કર્યું હતું.

ઘટના : 2 | એકાઉન્ટન્ટની નજર ચૂકવી 4.35 લાખ લઈ ફરાર

મેટ્રિકહેલ્થ કેર કંપનીના એકાઉન્ટન્ટ જોરાવરસિંહ સિસોદિયા ગુરુવારે રૂ.8.35 લાખનું પેમેન્ટ ચાંદખેડાની ન્યૂ સી જી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકમાં રૂ.4 લાખ અને આઈસીઆઈસીઆઈમાં રૂ.4.35 લાખ ભરવાના હતા. જોરાવરસિંહ બેગમાં રૂ. 8.35 લાખ ભરી પંજાબ બેંકમાં પહોંચી રૂ. 4 લાખ ભરી દીધા હતા. જે બાદ ગુરુવારે બપોરે જોરાવરસિંહ રૂ.4.35 લાખ લઈ પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે કોઈએ તેમના ગરદનના ભાગે કંઈક નાખતાં બળતરા થઈ હતી. આથી તેઓ પાનના ગલ્લા ઉપર બેગ નીચે મૂકી ગરદન ધોતાં હતા ત્યારે લુટારુઓ રૂ.4.35 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા.

ઘટના : 1 | વકરાના 6 લાખ લઈ જતો કર્મચારીનો થેલો ઝૂંટવાયો

સરદારનગરનીપટેલ સોસાયટીમાં રહેતા વિનોદ પીંજાણી (37) માધુપુરાની મોહિત માર્કેટિંગમાં નોકરી કરે છે. વિનોદભાઈ બુધવારે ઓફિસનો રૂ.6 લાખનો વકરો કાળી બેગમાં મૂક્યા બાદ ઓફિસના માલિક કનુભાઈ શેઠના સરદારનગર સ્થિત ઘરે જવા નીકળ્યાં હતાં. વિનોદભાઈએ બાઈકની પેટ્રોલની ટાંકી પર તેલનો ડબ્બો મૂકી તેના ઉપર રૂપિયા ભરેલી બેગ મૂકી બાઈક ચલાવી રહ્યા હતા. મોડી રાતે 10:30 વાગે વિનોદભાઈ સરદારનગરના નોબલ ત્રણ રસ્તા પાસેના વળાંક પર પહોચ્યા હતા. દરમિયાન પાછળથી બાઈક પર આવેલા બે વ્યક્તિઓએ વિનોદભાઈની બાઈક પર રહેલો રૂપિયા ભરેલો થેલો લૂંટી ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો