તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘181’ હેલ્પલાઇને યુવતીને પરિવારને સોંપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘181’ હેલ્પલાઇને યુવતીને પરિવારને સોંપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોબાઇલ ફોન પર ભૂલથી કૉલ કરનાર સાથે યુવતીને પ્રેમ થયો

પિતાનામોબાઇલ ફોન પર આવેલા રોંગ નંબરે 18 વર્ષની પુત્રીને ઘરેથી ભાગી જવા મજબૂર કર્યાનો કિસ્સો બન્યો છે. ગોધરાના રહીશના મોબાઇલ પર 3 વર્ષ પહેલાં એક કૉલ આવ્યો હતો. 18 વર્ષની પુત્રીને ફોન કરનારા અમદાવાદના યુવક સાથે ‘રોંગ નંબર’ કહી ફોન કટ કર્યો હતો, પરંતુ યુવકનો અવાજ સાંભળીને યુવતીને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાર પછી યુવતીએ રોંગ નંબર ઉપર કૉલ કરી વાતચીત શરૂ કરી હતી. સમય જતાં બંને વોટ્સએપ ચેટ પણ કરતા હતા. યુવતી પડોશીના મોબાઇલ ઉપરથી પણ અમદાવાદના યુવક સાથે વાત કરતી હતી. 3 વર્ષના ટેલિફોનિક પ્રેમાલાપ પછી યુવતીએ યુવક સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ યુવકે ઇનકાર કર્યો હતો.

યુવતી વધારે ઇમોશનલ થતાં યુવકને ક્યારેય જોયો હોવાથી મળવાની જીદ કરી ત્યારે યુવકે તેને મળવાની ના પાડી અને તેને ઇમોશનલ બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. સમયમાં યુવતીની જાણ બહાર યુવકે યુવતીના પિતાને ફોન કરી કહ્યું હતું કે, ‘હું મનીષ બોલું છું અને મારા અને તમારી દીકરી કાજલનાં લગ્ન થઇ ગયા છે અને અમે બન્ને એકબીજાને પ્રેમ સંબંધ છે.’

વાતથી અજાણ યુવતીને તેના પિતાએ વિશે પૂછતા યુવતીએ સંબંધ હોવાનો ઇકરાર કરતા પિતાએ તેને ઢોર મારતા યુવતી અમદાવાદી યુવકને મળવા અમદાવાદ મંગળવારે આવી ગઇ હતી. પર્સ બસમાં ભૂલી જતા યુવતીએ ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે કોઇ મુસાફરનો ફોન યુવકને ફોન કરવા માગ્યો ત્યારે તેની વાતચીતથી ફોન આપનાર વ્યક્તિએ યુવતીની સલામતી માટે 181 અભયમને ફોન કરતા 181ની ટીમે યુવતીને લઇ જઇ તેના માતાપિતાને બોલાવ્યા હતા. તેમજ યુવકને પણ બોલાવ્યો હતો. યુવક આવતા 181ની ટીમે યુવકનું ફોન પર કાઉન્સલિંગ કરી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો