તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેડિકલ અને ડેન્ટલમાં 7729 વિદ્યાર્થીની ચોઈસ ફીલિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ અને ડેન્ટલમાં 7729 વિદ્યાર્થીની ચોઈસ ફીલિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એડ્મિશનકમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસએ મેડિકલ-ડેન્ટલની 3000થી વધુ બેઠકો પર ગુરુવારે 7729 વિદ્યાર્થીએ ચોઈસ ફીલિંગ કરાવ્યું છે, જ્યારે 7274 વિદ્યાર્થીએ ચોઈસ ફીલિંગ કરી છે.

ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની બેઠકો પર કુલ 10,450 વિદ્યાર્થીઓએ 6, 7, 8મી સપ્ટેમ્બર દરમિયાન પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની કુલ 43,667 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 17399 વિદ્યાર્થીઓના મેરિટની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત 14,284 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાઈ છે. જે પૈકીના 10,450 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. બીજી તરફ 29383 બેઠકો ખાલી રહી છે.

MBA-MCAમાં 4447 પિન અપાઈ

એમબીએ-એમસીએવિદ્યાશાખાની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત કુલ 6થી આઠમી સપ્ટેમ્બર દરમિયાન કુલ 4447 પિન વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. જેમાં એમબીએ માટે 2744 જ્યારે એમસીએ માટે 1703 પિન આપવામાં આવી છે. હાલમાં એમબીએ-એમસીએ માટે રજિસ્ટ્રેશન કાર્યવાહી ચાલી રહી છે, જે 9મી સપ્ટેમ્બરે પૂરી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો