તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેલેરિયાના 6 હજાર શંકાસ્પદ કેસ પણ કેન્દ્રથી છુપાવવા 191 પોઝિટિવ બતાવ્યા, ડેન્ગ્યુના 17

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેલેરિયાના 6 હજાર શંકાસ્પદ કેસ પણ કેન્દ્રથી છુપાવવા 191 પોઝિટિવ બતાવ્યા, ડેન્ગ્યુના 17

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરસાદના અનિયમિત સંજોગો વચ્ચે શહેરમાં મચ્છરોની ઉત્પત્તિ વધતા મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધ્યા છે. મચ્છરોની ઉત્પત્તિ સ્થાનો શોધી તેને ડામવા માટેના હેલ્થ વિભાગના પ્રયાસો પણ એળે ગયા છે ત્યારે હવે મ્યુનિ.હેલ્થવિભાગે ઘરે ઘરે સરવે હાથ ધર્યો છે.ગઈ તા.29 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીમાં કરાયેલા સરવેમાં શહેરમાં કુલ 5.18 લાખ જેટલા ઘરમાં સરવે કરવામાં આવ્યો હતો. આટલા ઘરમાં અંદાજે 22 લાખ જેટલી વસતી આવરી લેવાઈ હતી.

આમાંથી 5975 જેટલા શંકાસ્પદ મેલેરિયાના કેસ સ્પષ્ટ થયા હતા. ડેન્ગ્યુના 17 જેટલા શંકાસ્પદ કેસ અને અન્ય 1080 જેટલા કેસ મળ્યા હતા.

આમાંથી જાહેર થયેલા મેલેરિયાના કેસ અર્થાત્ સરકારી હોસ્પિટલોમાં નોંધાયેલા કેસની સંખ્યા 191 છે. જ્યારે 14 જેટલા કેસ ઝેરી મેલેરિયાનાં છે. ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ઠેર ઠેર ફેલાયેલી ગંદકીના પગલે ડેન્ગ્યુના 4 અને મેલેરિયાના 17 કેસ નોંધાયા છે.

શહેરના પાંચ લાખ ઘરમાં સરવે કરવામાં આવ્યો હતો. સાથેસાથે ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો અંગે પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં 13 હજારથી વધુ ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન હોવાનું સ્પષ્ટ થયું હતું. 13 હજાર ઘરમાં 12 હજાર જેટલા પાત્રોમાંથી મચ્છરો મળી આવ્યા હતા. અહીં મચ્છરોનો નાશ કરવા માટે ફોગિંગ તેમજ દવાઓના છંટકાવની કામગીરી કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે તે ફક્ત સરકારી હોસ્પિટલના હોય છે. ખાનગી હોસ્પિટલના આંકડા જોવા જઈએ તો આંકડો આના કરતા પણ વધી શકે છે.

ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ડેન્ગ્યુના 4 અને મેલેરિયાના 17 કેસ નોંધાયા

6 દિવસમાં કોર્પોરેશને 5 લાખ ઘરમાં સરવે કર્યો : 22 લાખની વસતી આવરી લેવાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો