તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેડિકલના મેનેજમેન્ટ ક્વોટામાં નીટથી ભરતી થવી જોઇએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલના મેનેજમેન્ટ ક્વોટામાં નીટથી ભરતી થવી જોઇએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારીકોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો સરકારી ક્વોટામાં સમર્પિત કરવાથી તેની લાક્ષણિકતા બદલાય નહીં અને તે બેઠકો પર નીટથી ભરતી થવી જોઇએ તેવી માગણી અરજદારો તરફે ગુરુવારે હાઇકોર્ટમાં કરાઈ હતી. સરકારનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં હોવાની રાજ્ય સરકારે રજૂઆત કરી હતી. બંને પક્ષોની દલીલો બાદ ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે કેસની વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે. સાથે જીએમઇઆરએસ તેમજ ગુજસેટ તરફે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાશે.

અરજદારો તરફે સિનિયર કાઉન્સેલ એસ.એન.શેલત અને એડવોકેટ સી.જે.ગોગદા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતીકે, સુપ્રીમ કોર્ટે મેનેજમેન્ટની બેઠકો નીટથી ભરવાનો આદેશ કરેલો છે. સરકાર નીટને બાયપાસ કરવા માટે મેનેજમેન્ટની બેઠકો સરકારી ક્વોટામાં તબદીલ કરી છે. મેડિકલ કાઉન્સિલની જોગવાઇ પ્રમાણે માત્ર સરકારી ક્વોટાની બેઠક ભરવામાં નીટ પરીક્ષાની આવશ્યકતા નથી. એમસીઆઇના નિયમ પ્રમાણે ગુજસેટ અને નીટ બંને પરીક્ષાઓનો આધાર લઇ શકાય. મેનેજમેન્ટ ક્વોટાની બેઠક સરકારી ક્વોટામાં સોંપવા અંગેનો કોઇ નિયમ નથી. જેથી નિર્ણય ગેરબંધારણીય અને રદબાતલ થાય તેવો છે. સરકારી ક્વોટામાં સોંપી દેવાથી તેની લાક્ષણિકતાઓ બદલી શકાય.આ રીતે માત્ર 11 કલાક પહેલા બેઠકો સોંપી દેવાનો જીએમઇઆરએસનો નિર્ણય ગેરકાયદે છે.

હાઇકોર્ટમાં અરજદારોએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો