તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજ્ય સરકારે કડક કાયદો બનાવ્યા બાદ પણ અમલીકરણમાં કોર્પોરેશનની ઉદાસીનતાથી હાઇકોર્ટ નારાજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય સરકારે કડક કાયદો બનાવ્યા બાદ પણ અમલીકરણમાં કોર્પોરેશનની ઉદાસીનતાથી હાઇકોર્ટ નારાજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાયર સેફ્ટી: 14મીએ મ્યુ. કમિશનરે HCમાં હાજર રહેવું પડશે

972 બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું લાઇસન્સ રિન્યૂ નથી થયું અથવા ફાયર સેફ્ટી લગાવાઇ નથી

રાજ્યસરકારે ફાયર સેફ્ટી મામલે કડક કાયદો બનાવ્યા બાદ પણ તેના અમલીકરણમાં કોર્પોરેશનની ઉદાસીનતા સામે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી તેમજ આગામી મુદતે મ્યુનિસિપલ કમિશનરને હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે. શહેરની 972 જેટલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના લાઈસન્સ રિન્યુ થયા નથી અથવા તો ફાયર સેફ્ટીના સાધનો લગાવાયા નહીં હોવાની રજૂઆત ફાયરબ્રિગેડ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાઇ હતી. કેસની વધુ સુનાવણી 14મી સપ્ટેમ્બર પર મુલત્વી રાખી છે.

રાજ્યના મોટા શહેરોમાં ફાયર સેફ્ટીના કાયદાની દયાજનક સ્થિતિને નિવારવા માટે રાજ્ય સરકારે નવો કાયદો બનાવી તે અમલી બનાવ્યો છે ત્યારે કોર્પોરેશને હજુ તેનો યોગ્ય રીતે અમલ કરાવાતો નહીં હોવાની હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટમાં ગુરુવારે ફાયરબ્રિગેડ દ્વારા એફિડેવિટ કરાઈ હતી. શહેરમાં 972 જેટલી બિલ્ડિંગમાં આજે પણ ફાયર સેફ્ટીનો યોગ્ય અમલ નહીં થતાં તેમને નોટિસો અપાઈ છે.

બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું લાઈસન્સ નથી અથવા તો ફાયર સેફ્ટીના સાધનો નથી. આવા તમામ એકમોને નોટિસ પાઠવાઈ છે. જો યોગ્ય પાલન નહીં થાય તો આગામી દિવસોમાં મ્યુનિ. દ્વારા અપાતી પ્રાથમિક સુવિધાઓ પણ બંધ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

એક તબક્કે કોર્ટે એવો ઉલ્લેખ કર્યો હતો કે તંત્રએ અગાઉ એક બિલ્ડિંગમાં નિશ્ચિત વૃક્ષો વાવવાનો કાયદો બનાવ્યો હતો બાદમાં વૃક્ષો નહીં વાવનાર પાસે રૂ.1500 દંડ વસૂલી તેમને માફ કરી દીધા હતા.

{ સેન્ટ્રલ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સની ઓફિસ { સિવિલ હોસ્પિટલ { ગુજરાત હાઉસીંગ બોર્ડ કોમ્પલેક્ષ { જીએમડીસી { ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી { ઘી કાંટા મેટ્રોકોર્ટ બિલ્ડિંગ, ગ્રામ્ય કોર્ટ બિલ્ડિંગ { રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ { એલઆઇસી િબલ્ડિંગ { ટ્રેડમાર્ક રજિસ્ટ્રી કોમ્પલેક્ષ { મેડિસર્જ હોસ્પિટલ, મેકફ્લાવર હોસ્પિટલ, ડોક્ટર હાઉસ { સિટી ગોલ્ડ થીયેટર, એક્રોપોલીસ મોલ { કેમ્બે હોટલ, સેન્ટ્રા, નોવોટેલ, ફોર્મ્યુલા વન, ગ્રાન્ડ ભગવતી સહિતની હોટલસ્ { સાકાર-5, ઇન્દ્રપ્રસ્થ સહિત અનેક ઇમારતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો