તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુનિવર્સિટીઓને અનામત નીતિ મુજબ પ્રવેશની વિગતો આપવા આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીઓને અનામત નીતિ મુજબ પ્રવેશની વિગતો આપવા આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ઉચ્ચશિક્ષણ વિભાગે વિવિધ યુનિવર્સિટીઓમાં યુજીસીની ગાઈડ લાઈન મુજબ અનામત નીતિના આધારે એસસી,એસટી સહિતની અનામત કેટેગરીની બેઠકો પર થયેલી પ્રવેશ કાર્યવાહીની વિગતો રજૂ કરવા માટે જણાવ્યું છે. ગુજરાત રાજ્ય એસસી એસટી અધ્યાપક મંડળે યુનિવર્સિટીઓમાં અનામત નીતિ મુજબ એસસી,એસટી,ઓબીસી કેટેગરીની ખાલી બેઠકો પર અરસપરસ અનામત કેટેગરીના ઉમેદવારોને પ્રવેશ અપાતો હોવાની નેશનલ શિડ્યૂલ કાસ્ટ કમિશનને રજૂ્આત કરી હતી. જેના પગલે નેશનલ શિડ્યૂલ કાસ્ટ કમિશને શિક્ષણ વિભાગને નોટિસ ફટકારતા શિક્ષણ વિભાગ હસ્તકની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ વિગતો માંગી છે.

વિવિધ યુનિવર્સિટીઓના રજિસ્ટ્રારને લખેેલા પત્રમાં જણાવ્યું છે કે યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં જુદા જુદા કોર્સમાં સરકાર,વિવિધ સંસ્થાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશમાં અનામત નીતિનું ચુસ્તપણે અમલ કરવાનું રહે છે, બાબતે યુજીસી ગ્રાન્ટ કમિશન, ન્યૂ દિલ્હીએ સૂચના અાપી છે. જે મુજબ આપની યુનિવર્સિટીઓ તથા આપની સંલગ્ન કોલેજોમાં અનામત નીતિ મુજબ કાર્યવાહી થતી હશે. હાલમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, નવી દિલ્હી તેમજ અન્ય સંબંધિતોના જણાવ્યાં પ્રમાણે યુજીસ દ્વારા નક્કી થયેલ અનામત નીતિ અનુસાર રાજ્યની યુનિવર્સિટીઓમાં અનામત નીતિનું પાલન કરાતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો