તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પુત્ર નિદ્રાધીન પિતાનું બાઈક લઈ નીકળ્યો, અકસ્માતમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્ર નિદ્રાધીન પિતાનું બાઈક લઈ નીકળ્યો, અકસ્માતમાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સીટીએમચાર રસ્તા પાસે ઓવરબ્રિજ પર બુધવારે બપોરે અજાણ્યા વાહને ટક્કર મારતાં પિતાની જાણ બહાર બાઇક લઈને ગયેલા 16 વર્ષીય પુત્રનું ડિવાઇડર પર માથું અથડાતાં મૃત્યુ થયું હતું જ્યારે પાછળ બેઠેલા તેના 9 વર્ષના મિત્રને ઈજા થઈ હતી.

હાટકેશ્વર રબારીવાસમાં રહેતા અને છૂટક મજૂરી કરતા નટવર સોલંકી બુધવારે બપોરે સૂઈ ગયા હતા ત્યારે તેમનો 16 વર્ષનો પુત્ર મયૂર બાઇકની ચાવી લઈ ઘરેથી નીકળ્યો હતો. તેની સાથે પડોશમાં રહેતા સાહિલને બાઇકમાં પાછળ બેસાડી બપોરે 2 વાગ્યે સીટીએમ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતાં બંને પટકાયા હતા.

મૃતક મયૂર

પોલીસ સ્ટેશને ગયા ત્યારે ખબર પડી

^મયૂર મળતાં મિત્રના કહેવાથી અમે પોલીસ સ્ટેશને તે ગુમ થયાની જાણ કરવા જતાં ખબર પડી કે તેનો એક્સિડન્ટ થયો છે. તે અનેકવાર બાઇક માટે જીદ કરતો હતો.> નટવરસોલંકી, મૃતકનાપિતા

અજાણ્યા વાહને ટક્કર મારતાં માથું ડિવાઈડર સાથે અથડાયું : પાછળ બેઠેલો કિશોર ઘાયલ

CTM ઓવરબ્રિજ પર બુધવારની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો