• Gujarati News
  • National
  • ફૂડ ફેસ્ટિવલમાં કાશ્મીરી સિંધી કલ્ચરનું ફ્યૂઝ્ન

ફૂડ ફેસ્ટિવલમાં કાશ્મીરી-સિંધી કલ્ચરનું ફ્યૂઝ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંધી કોમ્યુનિટીના સિંધી યંગ બ્રિગેડ દ્વારા સિંધુ ભવન ખાતે ‘કાશ્મીરી ફૂડ ફેસ્ટિવલ’નું આયોજન કરાયુ.જેમાં દરેક મેમ્બર પોતાના ઘરેથી કાશ્મીરની ફેમસ વાનગીઓ બનાવીને જ્યૂરી સમક્ષ રજૂ કરી. કાશ્મીરમાં પિવાતા પીણા અને ઠંડીમાં ખવાતી વાનગીઓ મુખ્યત્વે કાશ્મીરી ફૂડ ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ અંગે સિંધી યંગ બ્રિગેડ મેમ્બરે ચાંદની નેભનાનીએ કહ્યું હતું કે, ‘અમે આ પ્રકારે દરવર્ષે અલગ-અલગ રાજ્યોથી ફેમસ ફૂડ અને કલ્ચરની થીમ રાખીને સેલિબ્રેશન કરીએ છીએ. જેમાં આ વખતે અમે સિંધી અને કાશ્મીરની સંસ્કૃતિનો ડાન્સ, પહેરવેશ અને ફૂડ દ્વારા સમન્વય કર્યો હતો.

City Food Festival

કાશ્મીરી પહેરવેશ સાથે ગર્લ્સે કર્યો સંસ્કૃતિનો સમનવય
કાશ્મીરમાં રહેતી સ્ત્રીઓના પહેરવેશ અને જ્વેલરી ખૂબ યુનિક હોય છે. ઠંડો પ્રદેશ હોવાના કારણે લાંબા સલવાર અને તેમાં ટ્રેડિશન કાશ્મીરી વર્કવાળા ડ્રેસ કાશ્મીરી સ્ત્રીઓને અલગ ઓળખાણ આપે છે. જે બાબતને ધ્યાનમાં રાખી સિંધી યંગ બ્રિગેડની ગર્લ્સે ટ્રેડિશનલ કાશ્મીરી ડ્રેસ અને જ્વેલરી પહેરીને શહેરમાં કાશ્મીરી કલ્ચર અને સિંધી કલ્ચરનો અનોખો સમનવય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...