• Gujarati News
  • National
  • EVM મશીનો અને વીવીપેટના ડેટાનો નાશ ન કરવા ચૂંટણી અધિકારીને રજૂઆત

EVM મશીનો અને વીવીપેટના ડેટાનો નાશ ન કરવા ચૂંટણી અધિકારીને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પબ્લિક યુનિયન ફોર સિવિલ લિબરેશનના મહામંત્રી ગૌતમ ઠાકરે એક પત્ર લખીને ચૂંટણી અધિકારી બી.બી. સ્વેૈનને જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની 14મી ચૂંટણી યોજાઇ જેનું પરિણામ 18 ડિસેમ્બરે ઘોષિત કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો કે મતદારો દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લગતી ફરિયાદો જેવી કે ઇવીએમ મશીનો ખોટકાવા, ઇવીએમ મશીનના મતોમાં તફાવત વગેરે ફરિયાદો કરવામાં આવી છે, જેનો નિકાલ થયો નથી. આવા સંજોગોમાં ઇવીએમ મશીન કે વીવીપેટના ડેટાને 45 દિવસમાં નાશ કરવો બરાબર નથી. જ્યાં સુધી ફરિયાદોનો સંતોષકારક નિકાલ ન આવે ત્યા સુધી ડેટા સાચવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...