• Gujarati News
  • National
  • કુમારયોગ મૌની અમાસનો સંયોગ : ગાયત્રી મંત્ર, ગુરુમંત્રના પાઠ લાભદાઈ

કુમારયોગ-મૌની અમાસનો સંયોગ : ગાયત્રી મંત્ર, ગુરુમંત્રના પાઠ લાભદાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ઃ બુધવારને 17 જાન્યુઆરીના રોજ અમાવસ્યાના દિવસે ચંદ્ર મકર રાશિ, સ્વામિ શનિ હોવાથી કુમાર યોગનું સર્જન થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે અનુકુળતા મુજબ મૌન રહેવું જોઇએ. મૈન રહેવાની સાથોસાથ ગાયત્રી મંત્ર, ગુરુમંત્ર, શનિદેવનો મંત્ર જાપ કરવો જોઇએ. જ્યોતિષ પ્રદ્મયૂમ્ન ભટ્ટના જણાવ્યાનુસાર, સંધ્યાના સમયે અમાસના દિવસે પીપળા પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ. ઘીનો દીવો પ્રગટાવ્યા બાદ પ્રદક્ષિણા એકી સંખ્યામાં કરવી. ઓમ નમો ભગવતૈ વાસુદેવાય નમ:નો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ ખુબજ પ્રસન્ન થાય છે. જેથી ઘર પરિવારમાં આકસ્મિક મૃત્યુ. બીમારી ટળે છે.

અન્ય સમાચારો પણ છે...