તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દલિત આંદોલન ઇફેક્ટ : ससुरेસુરેન્દ્રનગર ST વિભાગને બે દિવસમાં 10 લાખની ખોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત આંદોલન ઇફેક્ટ : ससुरेસુરેન્દ્રનગર ST વિભાગને બે દિવસમાં 10 લાખની ખોટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં દલિત આંદોલનના કારણે બુધવાર તેમજ ગુરૂવારે એસ.ટી.તંત્રને પણ અસર પહોંચી હતી.બુધવારે તમામ જિલ્લાની 250 જેટલી એસ.ટી.બસોના રૂટ કેન્સર કરાયા હતાં. અને 25 થી વધુ લાંબા રૂટની બસોને ડાયવર્ટ કરાતા મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતાં. છેલ્લા બે દિવસથી આંદોલનના કારણે એસ.ટી.વ્યવહારને અસર થતા જિલ્લા ચારેય ડેપોમાં રૂ. 10 લાખની આવક ગુમાવવાનો વારો આવ્યો હતો.

સમઢીયાળામાં દલિત પર કરવામાં આવેલા અત્યાચારના વિરોધના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં પડયા છે. સતત ત્રણ દિવસથી ચાલતા દેખાવો અને વિરોધ બાદ બુધવારે આપવામાં આવેલા બંધના એલાનને પગલે જિલ્લામાં સજ્જડ બંધ રહ્યો હતો. જિલ્લામાં સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા તેમજ ધ્રાંગધ્રા ડેપો સહિતની 250 જેટલી બસોનાં રૂટો કેન્સલ કરાયા હતાં. ઉપરાંત સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેપો તરફની લાંબા રૂટની અંદાજે 25 થી વધુ એસ.ટી.બસોનાં રૂટોને ડાયવર્ટ કરી દેવાતા બસમાં મુસાફરી કરતાં નોકરિયાત વર્ગ, મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં દલિત આંદોલનને કારણે એસ.ટી.વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. જ્યારે ગુરૂવારે એસ.ટી.તંત્ર દ્વારા 200 થી વધુ રૂટો શરૂ કરી દેવામાં આવ્યા હતાં. જેમાં ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મોરબી, કચ્છ-ભૂજ તરફ એસ.ટી.બસો દોડાવવામાં આવી હતી. આમ છતાં એસ.ટી.ની અવરજવરથી થતી આવકને પણ બુધવાર તેમજ ગુરૂવારે બ્રેક લાગી ગઇ હતી.

ટોળાએ પત્થરમારો કરી અમુક બસોનાં કાંચ તોડ્યા

^સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ ચોટીલા ડેપોમાં બે દિવસો દરમિયાન અંદાજે રૂ. 10 લાખની ખોટ ગઇ છે. જ્યારે ચોટીલા ઇન્ચાર્જ ડેપો મેનેજર અનિરૂદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું કે, બુધ-ગુરૂ બે દિવસ દરમિયાન બસોનાં રૂટ કેન્સલ કરાતા તેમજ બુધવારે ટોળાએ થાન-રાજકોટ-ચોટીલા એસ.ટી.બસના કાચ તોડતા નુકસાની થઇ હતી. જેના પરિણામસ્વરૂપે તમામ બસો બંધ રખાતા મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. > જે.આર.અગ્રવાત,એસ.ટી.ડેપોમેનેજર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસ સર્જાયેલી પરિસ્થિતિના કારણે એસ.ટી.બસો પણ ભોગ બની છે. ત્યારે રાજકોટ એસ.ટી. વિભાગના નિયામક ડી.એમ. જેઠવા સહિતનો સ્ટાફ જિલ્લામાં દોડી આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા ક્લેકટર ઉદિત અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસવડા દીપકકુમાર મેઘાણી સાથે બેઠક યોજી હતી. જેમાં મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતની જગ્યાએ એસ.ટી.ને થયેલ નુકસાનની માહિતી તેમજ બંધ થયેલા રૂટો ચાલુ કરવા સૂચના અપાઇ હતી.

ધ્રાંગધ્રામાંપાંચ બસને નુકસાન કર્યાની ફરિયાદ

ઉનાનાબનાવના સંદર્ભેમાં ચાલતા આંદોલનને લઇ ધ્રાંગધ્રા હાઇવે પર અલગ અલગ જગ્યા પર નીકળતી એસ.ટી.બસો પર કોઇ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરી બસના કાચ ફોડી નાંખી એસ.ટી.બસને નુકસાન કરવામાં આવ્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં એસ.ટી.ના કર્મચારી દ્વારા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

રાજકોટથી ST અધિકારીઓ દોડી આવ્યા

જિલ્લામાં સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા ડેપો સહિતની 250 જેટલી બસોનાં રૂટ કેન્સલ કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો