તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિજોરી ખાલીખમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદજિલ્લામાં સરદાર અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ કાચા મકાન માટે રૂપિયા 45 હજાર અને પાકા મકાન માટે 70 હજારની તેમજ શૌચાલયની યોજના હેઠળ 12 હજારની ગ્રાન્ટ કેન્દ્રની તત્કાલિન સરકારે ગુજરાત સરકારને ફાળવી હતી. રકમ રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોને ફાળવવામાં આવી હતી. પરંતુ ભાજપના શાસનમાં ગ્રાન્ટની ફાળવવાની થતી બાકીની રૂપિયા 11 કરોડની માતબર રકમ અમદાવાદ જિલ્લામાં સરકારી કાર્યક્રમોમાં વપરાઇ ગઇ હોવાથી 2010થી અરજદારોને રકમ ચૂકવાઇ નથી. તેવો આક્ષેપ કરતાં જિલ્લા પંચાયત કોંગ્રેસના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે યોજના અંતર્ગત પ્રથમ હપ્તાની જેતે સયમ રકમ ફાળવાઇ હતી. જ્યારે બાકીના બે હપ્તાની રકમ સબંધિત અરજદારોને હજી સુધી ફાળવવામાં આવી નથી. હાલ જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટની કોઇ રકમ જમા નથી. જેથી રકમ હવે રાજ્ય સરકારે ચૂકવી જોઇએ. તેવી માંગ કોંગ્રેસે કરી છે.

અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સરદાર અને ઇન્દિરા આવાસ યોજના ઉપરાંત શૌચાલય યોજના માટે કેન્દ્રની યુપીએ સરકારે ગ્રાન્ટની ફાળવણી કરી હતી. સરકાર રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લા પંચાયતોને અને ત્યાંથી તાલુકા પંચાયતોને ચૂકવાની હતી. પરંતુ અમદાવાદ સહિત પ્રત્યેક જિલ્લામાં ગ્રાન્ટના કેટલાક હપ્તાથી વંચિત હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ પુષ્પા ડાભી, ઉપપ્રમુખ અમરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે લોકોને મકાન માટે સ્વપ્ન બતાવી ગ્રાન્ટની રકમ ભાજપના શાસનમાં અન્ય સરકારી કાર્યક્રમોમાં વાપરી નાંખવામાં આવી છે. રકમ 2010થી ચૂકવાઇ નથી. જેનો રોષ લોકોએ અમદાવાદ જિલ્લા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરી વ્યક્ત કર્યો હતો.

સામાજિક ન્યાય સમિતીના ચેરમેને ડાહ્યા રાઠોડે જણાવ્યું હતું કે સરદાર આવાસ યોજના હેઠળ અરજદારોને 70 હજાર પૈકી પ્રથમ 21 હજારનો હપ્તો ચૂકવાયો હતો. ત્યારબાદ તબક્કાવાર 42 હજારના હપ્તા સહિત બાકીની રકમ ચૂકવવાની હતી. આવી રીતે ઇન્દિરા આવાસ યોજનામાં 45 હજાર પૈકી 16 હજાર રકમ પ્રથમ હપ્તા હેઠળ ચૂકવાઇ હતી. જ્યારે બીજા હપ્તાની 21 હજાર સહિતની રકમ હજી સુધી ચૂકવાઇ નથી. જિલ્લાના અધિકારીઓ કહેછેકે ગ્રાન્ટની રકમ જમા હોય તો અમે ચૂકવી દઇએ. જેથી રકમ ગઇ ક્યાં તે અંગે કોઇ કોઇ અધિકારી બોલવા તૈયાર નથી. જિલ્લાની કારોબારી ચેરમેન મનુજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના તત્કાલિન હોદ્દેદારોએ 2010થી 2015 સુધી કોઇ રકમ ચૂકવી નથી. કેન્દ્ર સરકાર યોજના અંતર્ગત ગ્રાન્ટ આપે તો પછી રૂપિયા ચૂકવવામાં ભાજપે કેમ પાછીપાની કરી રકમ કોના ઇશારે ક્યાં વપરાઇ તેનો કોઇ જવાબ આપતું નથી. જ્યારે બીજુ બાજુ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવાસ યોજના અને શૌચાલય યોજનાની ફાઇલ અભરાઇએ ચઢાવી દેવાઇ છે.

તાલુકો વિવિધ યોજના બાકી રકમ

જિલ્લામાં સરદાર, ઇન્દિરા આવાસ યોજનાની ગ્રાન્ટના પૈસા નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો