તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિલ્લામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાવળામાંઆવેલા પાટીદાર યુવા સંગઠન દ્વારા બાવળા કેળવણી મંડળ સંચાલિત એસ.એમ પટેલ વિદ્યા મંદિરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

પ્રસંગે પાટીદાર યુવા સંગઠનના કાર્યકરો, સ્કુલના આચાર્ય, શિક્ષકો, સ્કુલના મંત્રી મોટીસંખ્યામાં હાજર રહીને સ્કુલના કમ્પાઉન્ડમાં કમ્પાઉન્ડમાં આશરે 150 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વાવેતર કરવામાં આવેલા વૃક્ષોનું જતન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બોટાદ શહેર ભાજપ દ્વારા બોટાદના સબીહા હોસ્પિટલના પટાંગણમાં તેમજ ખોજાવાડી વિસ્તારમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના કાર્યક્રમમાં બોટાદ ધારાસભ્ય ડો. ટી.ડી. માણીયા, ન.પા. પ્રમુખ બીનાબેન મહેતા, ગણપતભાઇ કણઝરીયા, બોટાદ શહેર મહામંત્રી ભીખુભા વાઘેલા, રૂપાભાઇ રાઠોડ, શહેર પ્રમુખ દલસુખભાઇ અમદાવાદી, યુવા ભાજપ કન્વીનર હરેશભાઇ ઘાઘલ, સીરાજભાઇ સરવૈયા તેમજ સબીહા હોસ્પિટલના સામી તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાણપુર તાલુકાના ચારણકી ગામની પ્રા.શાળામાં અને ગામના મુક્તિધામ, રોડની બંને બાજુમા 100 વૃક્ષોનું વૃક્ષારોપણ નેચરલ ગ્રુપ ઓફ ચારણકી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામા આવ્યું હતું.

રાણપુર

બોટાદ

બાવળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો