તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ટ્રકની તાડપત્રી કાપી 2.50 લાખના કલરની ચોરી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકની તાડપત્રી કાપી 2.50 લાખના કલરની ચોરી કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદતાલુકાના ગુતાલ ગામની સીમમાંથી પસાર થતી એક ટ્રકમાં િડઝલ ખલાસ થઈ જતાં ચાલકે પોતાની ટ્રક રોડની સાઈડે પાર્ક કરી હતી. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ ટ્રકની તાડપત્રી કાપી કલર ભરેલ ડ્રમ (ડોલો) 47 તથા બોક્સ નંગ-194 િકંમત રૂ. 2.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના માલવ તાલુકાના રાનીસાવર લાલક વાડી ખાતે ગોવિંદ રામરાવ માને એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાની ટ્રકમાં પુનાથી કલરના ભરેલ ડ્રમ (ડોલો) તથા બોક્સ ભરી અમદાવાદ જવા નીકળ્યા હતા. તા.17મીના રોજ રાત્રીના સમયે ગુતાલ ગામની સીમમાંથી પસાર થતા હતા. તે દરમિયાન ટ્રકમાં િડઝલ ખલાસ થઈ જતાં ગોવિંદ માનેએ પોતાની ટ્રક રોડની સાઈડે પાર્ક કરી સુઈ ગયા હતા. દરમિયાન સવારે 7 કલાકે ગોવિંદ માને જાગી પોતાની ટ્રક ચાલુ કરતા હતા ત્યારે ટ્રકની બંન્ને સાઈડે તાડપત્રી બાંધેલ દોરડા કપાયેલ જોતાં તેઓ નીચે ઉતર્યા હતા. તેઓએ પોતાની ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાં મુકેલ કલરના ડ્રમ નંગ-47 તથા બોક્સ નંગ-194 િકમત રૂ. 2.50 લાખની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતું. જે સંદર્ભે ગોવિંદ માનેએ નડિયાદ રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બનાવ સંદર્ભે ગોવિંદ માનેની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુતાલ નજીક રોડની સાઈડે પાર્ક કરેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો