તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દલિતોમાં ભભૂકતો રોષ, લીંબડી હાઇવે ચક્કાજામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતોમાં ભભૂકતો રોષ, લીંબડી હાઇવે ચક્કાજામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાતાલુકાના નાના સમઢીયાળા ગામમાં થયેલા દલિતો પરનાં અત્યાચારના ખૂબ ગંભીર અને ઘેરા પડઘા ઝાલાવાડમાં પડ્યા હતા. ત્યારે મંગળવારે ચોટીલા અને લીંબડીમાં દલિતોની મહારેલી સુત્રોચ્ચાર સાથે નીકળી હતી. ત્યારબાદ હાઇવે પર મૃત પશુઓ સાથે ચક્કજામ કરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. જયારે લીંબડી હાઇવે પણ થોડીવાર માટે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શીત કરાયો હતો. જ્યારે હળવદમાં શિવસેના, બજરંગદળ વગેરે સામે સૂત્રોચ્ચારો કરી પથ્થરમારો કરાયો હતો.

ચોટીલા: મંગળવારેમોકાસર, નાની મોલડી, ચાણપા, મોટી મોલડી, ખેરડી સહિત થાન પંથકના દલિતોએ ચોટીલાના મફતિયા પરાથી રેલી કાઢી હતી. રેલીમાં બાબુભાઇ ચાવડા, મનુભાઇ સોલંકી, નરેશભાઇ સાગઠીયા, હિતેષભાઇ ચૌહાણ, મનસુખભાઇ બથવાર, કે.કે. રાઠોડ, વિનુભાઇ પરમાર સહિતના દલિતો હાજર રહ્યા હતા. જ્યાં દલિતોને મારવાની ઘટનાને વખોડી કાઢતુ આવેદન પત્ર પ્રાંત કચેરીમાં સુપ્રરત કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીની લોબી અને નેશનલ હાઇવે ઉપર પણ મૃત ગાયો ફેંકવામાં આવતા હાઇવે ચક્કાજામ થયો હતો. સમયે પોલીસ મોબાઇલ વાન સહિત અંદાજિત 78 જેટલા કર્મીઓ દ્વારા સજ્જડ બંદોબસ્ત કરાયો હતો.

લીંબડી: લીંબડીહાઇવે પર બપોર બાદ એકાએક સમસ્ત દલિત સમાજના યુવાનોના ટોળા ઉમટી પડયા હતા. લીંબડી હાઇવે ચક્કાજામ કરાતા રાજકોટ તરફ છેક છાલીયા તળાવ સુધી, અમદાવાદ તરફ ચોરણીયા સબ સ્ટેશન સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. ગુરૂવારે સવારથી લીંબડી સજ્જડ બંધ અને ટાવરચોકથી રેલી કાઢી સેવા સદને ધરણા, સૂત્રોચ્ચાર તથા આવેદનપત્ર આપવાના કાર્યક્રમો આપવાનું એલાન કરાયુ છે.

હળવદ: હળવદદલિત સમાજ અને રાષ્ટ્રીય વંચિત લોકમંચ દ્વારા હળવદનાં બસ સ્ટેશન પાછળ આંબેડકરનગરથી 800 જેટલા દલિત સમાજ હળવદ તાલુકા ધ્રાંગધ્રા, કોંઢ, ટીકર, ચરાડવા, સાપકડા, મિયાણી સહિતના ગામના દલિત સમાજ દ્વારા સ્કૂટર રેલી કાઢી હતી. રેલીમાં શિવસેના, બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષક સમિતિ વિરોધી સૂત્રોચ્ચારો કરાયા હતાં. રેલી ટીકર રોડ આંબેડકર ચોકમાં પહોંચતા ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે પોલીસ આવી જતાં ટ્રાફિક જામ ખૂલ્લો કર્યો હતો. ત્યારબાદ હળવદ મામલતદાર કે.જી.થડોદાને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયુ હતું. પ્રસંગે કરશનભાઈ પરમાર, મોહનભાઈ પમાર, હરિશભાઈ ઝાલા, દિનેશભાઈ મકવાણા, પ્રવિણભાઈ પરમાર, મનીષભાઈ સીંધવ, હસમુખભાઈ શેખાવા નાગરભાઈ સહિતના દલિત સમાજના આગેવાનો જોડાયા હતાં.

પાટડી: ઉનાતાલુકાના સમઢીયાળી ગામે ચાર દલિત યુવાનોને ગૌરક્ષક સમિતિનાં તથા શિવસેનાના માણસો દ્વારા કાયદો હાથમાં લઇ નિર્દયતાથી ફટકારવવા બાબતે પાટડી બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયુ હતું. જ્યારે 20ના રોજ વિશાળ રેલી કાઢવાની સાથે પાટડીબંધનું એલાન અપાયુ છે.

લીંબડી

ચોટીલા

હળવદ તાલુકાના દલિત સમાજના યુવાનોનું ટોળુ રોષે ભરાયુ હતું. જેમાં હળવદ બસ સ્ટેશનમાં પથ્થરમારો ચાલુ કર્યો હતો. પરંતુ દલિત સમાજના આગેવાનોની સમજણથીમામલો શાંત પડતા યુવાનો પરત આવ્યા હતાં. આથી મામલો શાંત પડ્યો હતો.

હળવદ-ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે ત્રણ રસ્તે હિન્દુરાષ્ટ્રનું શહેર હળવદ બજરંગદળ આપનું સ્વાગત કરે છે તેવુ બોર્ડ હતું. આથી રોષે ભરાયેલા દલિત સમાજના ટોળાએ પથ્થરમારો કરી બોર્ડને રસ્તા પર ફેંકી વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો હતો.

હળવદ બસ સ્ટેશનમાં પણ પથ્થરમારો કરાયો

હળવદ હાઇવે પર બજરંગદળના બોર્ડની તોડફોડ

ચોટીલામાં દલિતોની સૂત્રોચ્ચાર સાથે મહારેલી યોજાઇ હતી. જયારે મામલતદાર કચેરીમાં અને હાઇવે પર મૃતગાયો મૂકી હાઇવે ચક્કાજામ કર્યો હતો. લીંબડી હાઇવે પર દલિત સમાજના યુવાનોએ ચક્કાજામ કર્યો હતો. હળવદમાં પણ રેલી સાથે આવેદન આપી સૂત્રોચ્ચાર સાથે હાઇવે ટ્રાફિકથી ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી.

આક્રોશ | ઉના તાલુકાના નાના સમઢીયાળા ગામમાં પોતાના ભાઇઓ પર અત્યાચાર ઝાલાવાડમાં પણ ઘેરા પડઘા પડ્યા

લીંબડી, પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના માર્ગો અને મામલતદાર કચેરીમાં મરેલા ઢોર ખડકી બીજા દિવસે પુન: વિરોધ નોંધાવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો