• Gujarati News
  • National
  • સુગર શેર્સમાં કડવાશ!: રિયાલ્ટી શેર્સ સુધર્યા

સુગર શેર્સમાં કડવાશ!: રિયાલ્ટી શેર્સ સુધર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારે ખાંડના ભાવો અને નિકાસને નિયંત્રિત કરવા માટે 20 ટકા ડ્યુટી લાદતાં સુગર શેર્સમાં આજે 10 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. તો બીજી તરફ સેબી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ(આરઇઆઇટી) નોર્મ્સમાં સુધારો કરશે અને વિદેશી ફંડ મેનેજર્સ માટેના મૂડીરોકાણ નિયમો હળવા કરશે તેવા આશાવાદ વચ્ચે રિયાલ્ટી સેક્ટરના શેર્સમાં 16 ટકા સુધીનો સંગીન સુધારો નોંધાયો હતો. સુગર સેક્ટરની કુલ લિસ્ટેડ 38 પૈકી 29 સ્ક્રીપ્સ ઘટી હતી. તેની સામે રિયાલ્ટી સેક્ટરની 86 પૈકી 54 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

સેન્સેક્સ પેકમાં ભારતી એરટેલ, એચડીએફસી, તાતા મોટર્સ, કોલ ઇન્ડિયા, ટીસીએસ, આઇટીસી સહિતની 15 સ્ક્રીપ્સમાં સુધારાના પગલે સેન્સેક્સ 100.50 પોઇન્ટના સુધારા સાથે 26625.91 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 29.45 પોઇન્ટ સુધરી 8170.20 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તે જોતાં નિફ્ટી ટેકનિકલી 8080 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી તેમજ 8100 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો હોવાથી સેન્ટિમેન્ટ સાવચેતીનું હોવા છતાં સુધારાની ચાલ માટેનો આશાવાદ રહ્યો છે.

ટેલિકોમ, રિયાલ્ટી અને એફએમસીજી સેક્ટરમાં સુધારાની ચાલ સાથે સેન્સેક્સ પેકની 30 પૈકી 15 સ્ક્રીપ્સમાં સુધારો રહેવા સાથે કુલ ટ્રેડેડ 2767 પૈકી 1258 સ્ક્રીપ્સમાં સુધારો અને 1329 સ્ક્રીપ્સમાં ઘટાડો રહ્યો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે ઊંચા મથાળે પ્રોફીટ બુકિંગ રહે છે. FIIની રૂ. 31.96 કરોડની નોમિનલ નેટ ખરીદી સામે DIIની પણ રૂ. 26.21 કરોડની નેટ વેચવાલી રહી હતી.

તા. 23મી જૂને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનની એક્ઝિટના ફેક્ટરને વૈશ્વિક બજારો હવે ડિસ્કાઉન્ટ કરવા લાગ્યા હોવાથી આજે વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારાની ચાલ રહી હતી. પરંતુ નિષ્ણાતોના મત અનુસાર જો બ્રેક્ઝિટ શક્ય બનશે તો શોર્ટટર્મ ચાલ મંદીની રહેવાની શક્યતા છે.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં સુધારાની ચાલ આગળ વધવા સાથે ડોલર 13 પૈસાના ઘટાડા સાથે 67.08ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય કરન્સી સામે પણ રૂપિયામાં વલણ સ્થિર રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સેન્સેક્સમાં ભારે ઉથલપાથલના અંતે સાપ્તાહિક ધોરણે 11 પોઇન્ટનો સાધારણ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી 8170 પોઇન્ટના મથાળે જળવાયેલો રહ્યો હતો.

નિફ્ટી 8050-8250ની રેન્જમાં રહેશે |જ્યાં સુધીબ્રિટનના રેફરેન્ડમનો મુદ્દો સુલટાય નહિં ત્યાં સુધી વૈશ્વિક તેમજ સ્થાનિક બજારોમાં વલણ સુસ્ત રહેવાની અને નિફ્ટી 8050-8250 પોઇન્ટમાં રમતો રહે તેવી શક્યતા હોવાનું નિષ્ણાતો જણાવે છે. તે ઉપરાંત હવે જો ચોમાસું ખેંચાય તો પણ સેન્ટિમેન્ટ ઉપર ખરાબ અસર પડી શકે તેવી દહેશત છે.

સ્ટેટબેન્ક|આજે1.07ટકા 2.30ના ઘટાડા સાથે રૂ. 213.40 પોઇન્ટ બંધ હતો. યુનિયનના વિરોધ સહિત નેગેટિવ વાતાવરણથી સુધારો રૂંધાયો હતો. જ્યારે જૂથની માયસોર 5.73 ટકા વધી 695.15, બિકાનેર 0.04 ટકાના સુધારા સાથે રૂ. 694.25 અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર 0.05 ટકાના સાધારણ સુધારા સાથે રૂ. 213.40 બંધ હતા.

એચડીએફસી|એચડીએફસીમાંમેક્સલાઇફ અને મેક્સ ફાઇ. સર્વિસિસના મર્જરના સમાચારો પાછળ એચડીએફસી 2.21 ટકા સુધરી રૂ. 1227.80 બંધ રહ્યો હતો. મેક્સ ફાઇ.સર્વિસિસ 10.29 ટકાના ઉછાળા સાથે 472.80 બંધ હતો.

સ્ટેટ બેન્કમાં પીછેહઠ, જૂથ શેર્સમાં સુધારાની આગેકૂચ

અન્ય સમાચારો પણ છે...