• Gujarati News
  • National
  • સોનામાં પ્રોફિટ બુકિંગ, 400નો ઘટાડો નોંધાયો

સોનામાં પ્રોફિટ બુકિંગ, 400નો ઘટાડો નોંધાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર . અમદાવાદ

ફેડરલરિઝર્વની બેઠકમાં વ્યાજદર ફરી એક વખત યથાવત રાખ્યા બાદ ઝડપી 25 ડોલરથી વધુ આવેલી તેજી આજે પ્રોફિટબુકિંગમાં પરિણમતા ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક સોનું 1320 ડોલર સુધી બોલાઇ ગયા બાદ આજે તૂટીને 1292 ડોલર બોલાઇ ગઇ હતી. વૈશ્વિક બજારોમાં ઘટાડાની સાથે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો આજે 13 પૈસા મજબૂત બની 67.08 રહેતા સ્થાનિકમાં સોનું 400 સુધી ઘટ્યું હતું. અમદાવાદ ખાતે સોનું ઘટીને રૂા. 29700 રહેવા સામે ચાંદી 200 વધી 40700 બોલતી હતી. જ્યારે મુંબઇ ખાતે ભાવ નજીવી રેન્જમાં અથડાઇ સોનું 30060 અને ચાંદી 41560 ક્વોટ થતી હતી. વૈશ્વિક બજારમાં હવે મોટી તેજીના હાલ કોઇ કારણો મળતા નથી. સિવાઇ કે 23 તારીખે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી આઉટ થાય છે કે કેમ તેના પર રોકાણકારોની નજર રહેલી છે. એનાલિસ્ટોના મતે વૈશ્વિક સોનું 1275-1325ની રેન્જમાં અથડાઇ જવાનું અનુમાન છે. જ્યારે સ્થાનિકમાં ડોલર સામે રૂપિયામાં ચાલ કેવી જોવા મળે છે તેના પર મુવમેન્ટ જોવા મળશે. ચાંદીમાં પણ ચાલુ વર્ષમાં વન-વે તેજી આવ્યા બાદ ગમે ત્યારે ડિસ્કાઉન્ટ થઇ શકે તેમ છે. કેમકે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ સાવ નહિંવત્ રહી હોવાનું એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...