• Gujarati News
  • National
  • વર્ષ 2016માં સુગર સેક્ટરના શેર્સની મીઠાશ અને ફાર્મા શેર્સની કડવાશ વધી

વર્ષ 2016માં સુગર સેક્ટરના શેર્સની મીઠાશ અને ફાર્મા શેર્સની કડવાશ વધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેલેન્ડરવર્ષ 2016માં સંખ્યાબંધ સુગર શેર્સમાં બમણો વધારો જોવા મળ્યો છે. તો સામે સંખ્યાબંધ ફાર્મા શેર્સમાં 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, છેલ્લા કેટલાંક દિવસોથી ટ્રેન્ડ રિવર્સ બની રહ્યો છે. સુગર શેર્સના શેર્સમાં પીછેહઠ અને ફાર્મા શેર્સમાં આગેકૂચ જોવા મળી રહી છે.

દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટી 240 લાખ ટન થવાની સરકારી ધારણા, નિકાસોમાં 40 ટકા વૃદ્ધિ તેમજ વપરાશમાં સતત વધારાના કારણે ખાસ્સા સમય સુધી સાવ ફિક્કું રિટર્ન આપતાં મોટાભાગના સુગર શેર્સમાં 2016ના કેલેન્ડર વર્ષ દરમિયાન મીઠાશ વધી છે. કેલેન્ડર વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં દ્વારીકેશ સુગર રૂ. 99થી વધી રૂ. 221, કાકટીયા સિમેન્ટ સુગર રૂ. 150 વાળો વધી રૂ. 407, મવાણા સુગર્સ રૂ. 18થી આશરે ચાર ગણો ઉછળી રૂ. 62, અપરગંગે રૂ. 72 વાળો રૂ. 368 થઇ ગયો છે. તેમજ 2016ની બોટમ કરતાં તમામ શેર્સમાં 400થી 1000 ટકા સુધીનો સુધારો નોંધાયો છે.

સામે યુએસ એફડીએની ધોંસ, ઘટતી જતી નિકાસો, ડોલર સામે રૂપિયામાં મજબૂતાઇ, માર્ચના અંતે પુરા થયેલા ક્વાર્ટરમાં નિરાશાજનક કામગીરી, આર એન્ડ ડી ખર્ચમાં વધારો જેવાં સંખ્યાબંધ કારણો વચ્ચે કેલેન્ડર વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં 20-30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે 2016ની ટોચની સરખામણીમાં 40-60 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

સુગર|મીઠાશ વધી

કંપની1-જાન્યુ 17-જૂન

દ્વારીકેશ સુગર 99.00221.00

કાકટીયાસુગર 150.00407.00

મવાણાસુગર 18.0062.00

અપરગંગે72.00368.00

ઉત્તમસુગર 29.0077.00

ફાર્મા|કડવાશવધી

કંપની1-જાન્યુ 17-જૂન

સિપલા 651485

લ્યુપિન18331465

સનફાર્મા 810753

એલેમ્બીકલિ. 4832

એલ્ડરફાર્મા 7322

(સ્ત્રોત :મુંબઇ શેરબજાર)

ખાંડનું ઉત્પાદન દેશમાં સ્થિર રહેવા સામે સરકારે ભાવો અંકૂશમાં લેવા તેમજ નિકાસ ઉપર નિયંત્રણ લાદવા માટે નિકાસો ઉપર 20 ટકા ડ્યુટી લાદી છે. તે ઉપરાંત સરકાર તરફથી મળતાં સબસિડી સહિતના લાભો નિયંત્રિત થવાની ધારણાએ સુગર શેર્સમાં શુક્રવારે મોટો ઘટાડો નોંધાયો હતો. તમામ પરીબળની લાંબાગાળે નકારાત્મક અસર રહેતાં નિષ્ણાતો સુગર શેર્સમાં સાવચેતી વર્તવાની સલાહ આપી રહ્યા છે. તો બીજી તરફ ફાર્મા કંપનીઓ પહેલા ક્વાર્ટરમાં ડોલરમાં સુધારો, યુએસએફડીએના નોર્મ્સના કારણે કામગીરીમાં સુધારો અને નિકાસો વધવાની આશા ધરાવે છે. શેર્સમાં વેલ્યૂબાઇંગનો ટેકો હોવાથી મોટો ઘટાડો અટકતાં નિષ્ણાતો ફાર્મા ઉપર ધ્યાન આપવાની સલાહ આપી રહ્યા છે.

બન્ને સેક્ટરમાં ટ્રેન્ડ રિવર્સલની શક્યતા : 2016 સુગર-ફાર્મા શેર્સની મુવમેન્ટ

અન્ય સમાચારો પણ છે...