સરકાર જવાબદાર કે પોલીસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘આરોપીઓને સુધરવાની તક મળવી જોઈએ’

આરોપીઓ પાસેથી વળતરની માગ ફગાવાઈ

‘સજાની દલીલો અને વિવિધ ચુકાદાઓનો અભ્યાસ કર્યા બાદ મેં હુકમ કર્યો છે. સરકારી વકીલની માગ ફાંસીની સજાની હતી. અહીં મુદ્દો છે કે, શું ફાંસીની સજાનો કેસ બને છે કે નહીંω મારી નજરે આઈપીસી 302ના આરોપીઓ ઓછી સજાને લાયક છે. હું તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવું છું.

‘મેં આરોપીઓને ઓછી સજા કરી છે. કારણ કે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા જોતાં સ્પષ્ટ થયું છે કે ફાંસીની સજા પહેલાં જોવું જોઈએ કે શું આરોપીઓને ઓછી સજા થાય અને બહાર નીકળે તો તેઓ સમાજ માટે જોખમરૂપ છે કે નહીંω

‘હું અહીં કહેવા માંગુ છું કે, ગુલબર્ગ સોસાયટીમાં બનેલી ઘટના નાગરિક સમાજ માટે સૌથી કાળા દિવસોમાંથી એક હતી. તેમાં કોઈ બેમત નથી. મારી સમક્ષ રજૂ થયેલી હકીકતો મુજબ, ઘટના બાદ જે આરોપીઓ જામીન પર હતા તેમાંથી 90 ટકા જેટલા આરોપીઓ સામે કોઈ બીજી ફરિયાદ નથી નોંધાઈ. ઘટનાનો ભોગ બનેલા કે સાક્ષીઓ તરફથી પણ આરોપીઓએ ધમકી આપી હોય કે તેવી ફરિયાદ નથી થઈ. આરોપીઓ કોઈ કોમી ગુનામાં પણ નથી સંડોવાયા. જેલમાં રહેલા આરોપીઓમાંથી પણ જેમને કામચલાઉ જામીન મળ્યા ત્યારે તેમણે કાયદાનો કોઈ ભંગ કર્યો નહોતો. તેમની સામે ફાંસીની સજાનો કેસ બનતો નથી. એટલે મેં આજીવન કેદની સજાનો હુકમ કરવાનું પસંદ કર્યું છે. વળી, મને લાગ્યું છે કે, આરોપીને પોતાના કૃત્યનો પસ્તાવો થાય તેવી પણ શક્યતા છે. આથી તેમને સુધરવાની તક મળવી જોઈએ, તેમ હું માનું છું. બીજો મહત્ત્વનો મુદ્દો. આજીવન કેદની સજા તેઓ જીવે ત્યાં સુધીની કરવાની સરકારની માગ હતી. (દુષ્કૃત્યના ગુનાના) કાયદામાં સુધારો થઈ આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધીની જોગવાઈ છે. પરંતુ આઈપીસીમાં નથી. આથી હું સ્પષ્ટ માનું છું કે, આજીવન એટલે 14 વર્ષ કરતાં વધારે અને જીવે ત્યાં સુધીની સજા કરવાની મને સત્તા નથી. અધિકાર સુપ્રીમ કોર્ટ પાસે છે. પણ હું એટલું કહીશ કે, આજીવન કેદના કસૂરવારની સજા ઘટાડવાની સત્તા રાજ્ય પાસે છે. સજા ઘટાડવાની રાજ્યની વહીવટી સત્તા હું છીનવી શકું નહીં. પણ રાજ્ય પોતાની સત્તા વાપરે તેવી હું ખાસ ભલામણ કરૂં છું. અલબત્ત, તેને બંધનકર્તા નથી. ત્રીજો મહત્ત્વનો મુદ્દો વિવિધ ગુનાઓ પુરવાર થતાં આરોપી તેમાં બનતી સજા એકસાથે કાપે કે વારાફરતી કાપે. સુપ્રીમ કોર્ટે અત્યંત સ્પષ્ટ કર્યું છે કે, જુદા જુદા ગુનાઓની સજા એકસાથે (કન્કરન્ટ) કાપવી પડે વારાફરતી (કોન્ઝિક્યુટિવ) નહીં. એટલે કેસના આરોપીઓને પણ એકસાથે સજા કાપવાની રહેશે. છેલ્લે કહીશ કે, પ્રોસિક્યુશને તો કસૂરવાર તમામને એકસરખી સજાની માગ કરેલી. પણ સજાના હુકમ વિષે કહું તો, આઈપીસી 302 (હત્યા) હેઠળના ગુનામાં કસૂરવાર ઠેરવેલા 11ને આજીવન કેદ, બાકીના 13માંથી 12ને 7 વર્ષની (હત્યાના પ્રયાસ સહિતના અન્ય ગુના બદલ) અને એકને 10 વર્ષની કેદની સજા ફરમાવી છે. થેન્ક યુ.’

ચુકાદો જાહેર થતાં આમ તો હવે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમનો રોલ પૂરો થાય છે, પણ �\\\"ર્ડરનો અભ્યાસ કરવામાં આવશે. તેના આધારે રાજ્ય સરકારને રિપોર્ટ કરીશું. અને રાજ્ય સરકાર કહેશે તો એસઆઈટી ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે.’ > આર.કે. રાઘવન, ચેરમેન,સીટ

ચુકાદોહાઈકોર્ટમાં પડકારીશું

‘અમેફાંસીની સજા માગી હતી. જો તેમ નહીં તો જીવતપર્યંતની સજા કોર્ટ સમક્ષ માગી હતી. પણ કોર્ટે તે માન્ય રાખી નથી. એટલે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું.’ > આર.સી. કોડેકર, સરકારીવકીલ

શંકાનોલાભ આરોપીને મળ્યો

હિન્દુસ્તાનનીઅદાલતમાં હતા એટલે આપણે સદનસીબ નહીં તો પ્રોસીક્યુશનની દલીલ જાણે આરોપી�\\\" હાફીઝ સઈદ હોય તેવી હતી. કોર્ટે નિર્ભય અને નિષ્પક્ષ ચુકાદો આપ્યો છે, પણ સજાથી સંતુષ્ટ એટલા માટે નથી કે કાયદાના સામાન્ય સિદ્ધાંત પ્રમાણે શંકાનો લાભ આરોપી�\\\"ને નહીં બલકે પ્રોસીક્યુશનને આપવામાં આવ્યો છે.’ > અજયભારદ્વાજ, આરોપીઓનાવકીલ

ચુકાદોપક્ષપાતી નહીં, બલકે ન્યાયી

કોર્ટેદુષ્કર્મ, કાવતરું જેવી ગંભીર કલમો કાઢી નાખી હતી. ચુકાદો પક્ષપાતી નહીં પરંતુ ન્યાયી ચુકાદો છે. કોર્ટે બંને પક્ષને સાંભળ્યા છે અને પૂરતી તક આપ્યા બાદ ચુકાદો આપ્યો છે. આથી ચુકાદાને �\\\"પન માઇન્ડ જજમેન્ટ કહી શકાય.’ > ટી.આર. બાજપાઈ, આરોપીઓનાવકીલ

ચુકાદોશિરોમાન્ય, ગંભીર કલમો ઉમેમરી

કોર્ટનોકોઈ પણ ચુકાદો શિરોમાન્ય હોય છે, પરંતુ અમે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું. કેસમાં કોર્ટે 376 (દુષ્કર્મ) અને 120(બી) કાવતરું જેવી ગંભીર કલમો સ્વીકારી નથી. કોર્ટે ચુકાદાની સાથે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંક્યો હતો. > રાજેન્દ્રત્રિવેદી, આરોપીપક્ષના વકીલ

ફસ્ટ પર્સન

14 વર્ષથી હું દીકરાની રાહ જોઉં છું

ઘટના બની ત્યારે 144 કલમ લાગુ હતી, તો 20000 લોકોને કલમ કેમ લાગુ ના પડેω અમે ભાગતાં હતાં ત્યારે ઠેસ વાગતાં હું પડી ગઈ અને દીકરીએ અઝરનો હાથ છોડી દીધો, ત્યારથી આજ સુધી નથી મળ્યો. મને આશા છે કે મારો દીકરો આવશે.’ - > રૂપામોદી, અઝરનીમાતા

મારા દીકરાને ઉછેરનારની ઋણી છું

મુઝફ્ફર અઢી વર્ષનો હતો ત્યારે ગુલબર્ગ કાંડમાં છૂટો પડી ગયેલો. 8 વર્ષ બાદ મુઝફ્ફર હિન્દુના ઘરે ઉછરી રહ્યો હતો. મારા દીકરાને ઉછેરનારી પાલક માતા વીણા પટ્ટણીનો હું જીવનભર ઋણી રહીશ, પરંતુ એક વર્ષથી મુઝફ્ફરને અમને મળવા નથી દેતા.’ > ઝૈબુન્નિસાંશેખ, મુઝફ્ફરનીમાતા

ઘડપણની લાકડી છિનવાઈ ગઈ

મારો દીકરો મોહમ્મદ હુસૈન 24 ‌‌વર્ષનો હતો. અમને નોંધારા મૂકીને જતો રહ્યો. મારી નજર સમક્ષ ટોળાએ તલવારના ઘા મારી એને મોતને ઘાટ ઉતારી દીધો. એના ગયા પછી અંધકાર છવાયો છે. ઘડપણની લાકડી અમે કયાં શોધવા જઈશુંω’ > સાયરાસિંધી, પુત્રનેગુમાવનારી માતા

અમને કોણ ન્યાય અપાવશે

હુમલો થયો ત્યારે પતિ રમેશ ત્યાં જોવા ગયા અને ગોળીબાર થતાં તે ઘવાયા હતા. સિવિલ હૉસ્પિટલમાં બે મહિના સારવાર ચાલી હતી. 4 એપ્રિલ, 2002એ તેમનું મૃત્યુ થયું હતું. દર મહિને સૌથી મોટી સમસ્યા ભાડું ભરવાની હોય છે. બે ટાઇમ ખાવાના ફાંફા પડે છે.’ > રેખામરાઠી, પતિગુમાવનારી મહિલા

આંખ રડી પડી, હૈયું ધબકાર ચૂક્યું | ગુલબર્ગકેસમાં શુક્રવારે ડેઝિગ્નેટેડ કોર્ટે આરોપીઓને સજા સંભળાવી ત્યારે કોર્ટમાં સૂનકાર છવાઈ ગયો હતો. સજા પામેલા આરોપીઓના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

જાફરીએ ફાયરિંગ કર્યું ત્યાં સુધી સ્થિતિને કાબુમાં રાખવામાં પોલીસ સફળ રહી હતી : કોર્ટ

અન્ય સમાચારો પણ છે...