• Gujarati News
  • National
  • રીંગણ ટામેટા100 રૂપિયે કિલો કઠોળના ભાવ પણ આસમાને

રીંગણ- ટામેટા100 રૂપિયે કિલો કઠોળના ભાવ પણ આસમાને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલાકદિવસોમાં શાકભાજીના ભાવ બેથી ત્રણ ગણા વધી ગયા છે. ગામડાઓમાંથી પણ આવતા શાકભાજીની સંખ્યા ઘટી જતા ટામેટા, રીંગણના ભાવમાં અનેક ગણો વધારો જોવા મળી રહ્યો છે. રિટેઇલમાં ટામેટા- રીંગણનો ભાવ 1 કિલોના 100 રૂપિયાથી વધી ગયો છે. તમામ શાકભાજીનો ભાવ 80થી 100 રૂપિયા જેટલો થયો છે. એક મહિના પહેલા જે શાકભાજી 8થી 10 રૂપિયા કીલોના ભાવે મળતાં હતાં તે હાલમાં જથ્થાબંધ બજારોમાં પણ 20થી 30 રૂપિયાની આસપાસ થઇ ગઇ છે.

બેસનના ભાવ વધતાં ફરસાણ મોંઘું

રાજકોટ: છેલ્લાકેટલાક દિવસોથી ચણા, બેસન અને ચણાદાળના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં ચણા અને બેસનના ભાવ ઐતિહાસિક સપાટી ઉપર પહોંચી જતાં ફરસાણના ભાવમાં પણ વધારો થયો છે. બેસન એક કિલોનો ભાવ 110 થઇ ગયો હોવાથી મોટાભાગના વેપારીઓએ ફરસાણના ભાવ કિલોએ રૂ.10-20નો વધારો કર્યો છે.

ગરમીના કારણે પાક નિષ્ફળ જતા શાકભાજીના ભાવ વધ્યા

કઠોળ કિલોના ભાવ

કઠોળ જથ્થાબંધ રિટેઈલ

ચણાદાળ82થી90 100થી 120

મગ 69થી 75 80થી 90

તુવર 100થી120 130થી 150

મઠ 67થી 70 75થી 85

મસુર 70થી 71 80થી 85

અડદ 130થી150 150થી 170

શાકભાજી કિલોના ભાવ

શાક જથ્થાબંધ રિટેઇલ

રીંગણ25થી 45 80થી 100

બટાકા 12થી 15 20થી 25

ટામેટા 25થી 40 80થી 100

લીંબુ 40થી 55 70થી 80

દુધી 20થી25 50થી 60

ગવાર 50થી 75 100થી 120

પરવળ 40થી 50 70થી 80

હજુ બે માસ ટામેટા કાંદાંની માફક રડાવશે

સુરત: મહારાષ્ટ્રમાંપાણીની અછતે ટામેટાના ભાવમાં થયેલો વધારો હજુ બે માસ સુધી ડાઉન થાય તેવી શક્યતાં છે. ઓગષ્ટની શરૂઆતમાં આવનારા નવા સ્ટોકના પગલે હજુ દોઢ માસ મોંઘવારીના ટામેટા શહેરીજનોએ ખાવા પડશે. હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતમાં ટામેટા દિલ્હી તેમજ યૂ.પીથી મંગાવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...