• Gujarati News
  • National
  • RTEનો કાયદો, એક હજાર હજુ પ્રવેશથી વંચીત

RTEનો કાયદો, એક હજાર હજુ પ્રવેશથી વંચીત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાઇટટુ એજ્યુકેશન (આરટીઆઇ)હેઠળ પ્રવેશ માટે હજુ એક હજારથી વધુ વિદ્યાર્થી રઝળી રહ્યા છે. અમદાવાદમાં 10,400 અને જિલ્લામાં 4600 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી હતી. ડીઇઓ અને ડીપીઓએ સ્ક્રૂટીની કરી પ્રવેશ ફાળવ્યા હતા. અમદાવાદના ડીઇઓની બદલી થઇ ગઇ છે, પરંતુ હાલ ફરજ પર તેઓને હાજર રહેવા આદેશ કરાયો છે. તેમ છતાં વાલીઓને મળતા નથી. જેના કારણે વાલીઓ પરેશાન થઇ રહ્યા છે.

ડીઇઓ કચેરીના અન્ય અધિકારીઓ પણ જવાબ આપતાં નથી. જ્યારે ડીઇઓ અને ડીપીઓ મોટા ઉપાડે આરટીઇ હેઠળ પ્રવેશ આપી દીધા હોવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ હાલ સ્થિતી અલગ છે. ડીઇઓના એક ઉચ્ચઅધિકારીએ જણાવ્યું હતું કે વાલીઓ વારંવાર સ્કૂલ બદલવા માટે ભલામણ કરાવતા હોવાથી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જે હવે ટૂંક સમયમાં પુરી કરી દેવાશે.

કેટલીક સ્કૂલો કાયદો હોવા છતાં આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આડોડાઇ કરતી હોવાના કિસ્સા ભૂતકાળમાં નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...