• Gujarati News
  • National
  • ગુલબર્ગ કાંડ સમાજની સૌથી કલંકિત ઘટના : જજ

ગુલબર્ગ કાંડ સમાજની સૌથી કલંકિત ઘટના : જજ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાકાંડબાદ થયેલાં રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના કેસમાં ડેઝિગ્નેટેડ કોર્ટે શુક્રવારે આખરી ચુકાદો આપ્યો હતો. ડેઝિગ્નેટેડ કોર્ટના જજ પ્રણવ ભદ્રમુખ દેસાઈએ કસૂરવાર ઠેરવેલા 24 આરોપીમાંથી હત્યાનો ગુનો પુરવાર થયો તેવા કૈલાસ ધોબી સહિત 11ને આજીવન કેદની સજા ફરમાવી છે. બાકીના 13 પૈકી 1 માંગીલાલ જૈનને 10 વર્ષ અને 11ને 7 વર્ષની તથા એકને 1 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.

ગુલબર્ગ સોસાયટીમાં ટોળાએ કરેલા હુમલામાં પૂર્વ કૉંગ્રેસી સાંસદ અહેસાન જાફરી સહિત 69નાં મૃત્યુ થયાં હતાં. કોર્ટે અગાઉ 2 જૂને 24 આરોપીને કસૂરવાર અને 36ને નિર્દોષ ઠેરવવાનો હુકમ કર્યો હતો, પરંતુ દોષિતના હુકમ બાદ સજાની સુનાવણી અને હુકમ માટે 4 વખત મુદત પડ્યા બાદ શુક્રવારે આખરી હુકમ કરાયો હતો.શુક્રવારે 11.09 વાગ્યે કોર્ટરૂમમાં જજનું આગમન થયું. ...અનુસંધાન પાનાં નં.13



તેમણે માત્ર 16 મિનિટમાં 1342 પાનાંના ચુકાદાનો સાર તમામ પક્ષકારોને જણાવ્યો હતો. હત્યાકાંડ પૂર્વયોજિત કાવતરાનું પરિણામ હોવાની પ્રોસિક્યુશનની માંગ ફગાવતાં તેમણે કહ્યું કે, ‘‘ગુલબર્ગની ઘટનાનો દિવસ સમાજ માટે સૌથી કલંકિત દિવસોમાંનો એક હતો. અત્યંત કમનસીબ ઘટના હતી. પરંતુ તે પૂર્વયોજિત કાવતરાનું પરિણામ નહોતી.’’

અન્ય સમાચારો પણ છે...