• Gujarati News
  • National
  • અમદાવાદ ફાયરબ્રિગેડે 150 લોકોને બચાવ્યા

અમદાવાદ ફાયરબ્રિગેડે 150 લોકોને બચાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાકેટલાક દિવસથી અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડાયું છે. અમદાવાદની આસપાસ અને જીલ્લાની નાની મોટી નદીઓમાં ઘોડાપૂર આવતા જિલ્લાના વિવિધ ગામોમાં ફસાયેલા 150 લોકોને અમદાવાદ ફાયર બ્રિગેડે બચાવીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

બગોદરા, પીરાણા, ધંધૂકા, ખસતા, ધારીયા, ધોલેરા, નવાગામ, બરાણા, બાકરોલ વગેરે ગામોમાં તાત્કાલીક પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...