• Gujarati News
  • National
  • ભરાયેલા પાણીમાં લોકોને ખોરાકની સહાય પોલીસે પહોંચાડી

ભરાયેલા પાણીમાં લોકોને ખોરાકની સહાય પોલીસે પહોંચાડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરિયાપુર, શાહીબાગના સ્લમમાં પોલીસે લોકોમાં ફૂડ પેકેટ્સ વહેંચ્યાં

શહેરમાંઅઠવાડિયાથી ધીમીધારે વરસી રહેલા વરસાદમાં બેહાલ બની ગયેલા લોકોને પોલીસ દ્વારા પીવાનું પાણી અને ફુડ પેકેટનું વિતરણ કરાઈ રહ્યું છે. ઝોન-4ના ડિસીપી ડો.પરીક્ષીતા રાઠોડ અને અેસીપી મનજીતા વણઝારા અન્ય પોલીસ કર્મચારીઓ સાથે દરિયાપુર અને શાહીબાગના સ્લમ વિસ્તારોમાં પહોચ્યાં હતાં.

વિસ્તારોમાં ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો કે જેમને વરસાદમાં કામ ધંધો મળતો હોય અને ભોજનની વ્યાવસ્થા હોય તેમને પાણી અને જમવાનું આપ્યું હતું. સાથોસાથ એકલ ભટકી રહેલા અને માનસીક અસ્વસ્થ લોકોને પણ શોધી તેમને સાફ સુથરા કર્યા બાદ મેડિકલ ટ્રીટમેન્ટ અપાવવાનું કાર્ય પણ શરૂ કર્યું છે.

પોલીસ કમિશનર એ.કે.સિંગે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા નાગરીકોને બનતી સહાય કરવા માટે તમામ ઝોનના ડિસીપી અને એસીપીને જણાવ્યું હતું. જેના પગલે પોલીસકર્મચારીઓ દરિયાપુર અને શાહીબાગમાં મંગળવાર અને બુધવારના રોજ સ્લમ વિસ્તારોમાં ફુડ પેકેટ સાથે પહોચ્યાં હતાં. જ્યાં છુટક મજુરી કરી જીવતા લોકો અને તેમના બાળકોને દુધ-બિસ્કીટ તેમજ અન્ય ખાદ્યખોરાકી આપવામાં આવી હતી. હાલ સેવાયજ્ઞ દરિયાપુર અને શાહીબાગમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...