• Gujarati News
  • National
  • કિશોરીઓને શરમમાંથી ઉગારવા આયર્નની ગોળીનો રંગ બદલાયો

કિશોરીઓને શરમમાંથી ઉગારવા આયર્નની ગોળીનો રંગ બદલાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગર્ભાઅને કિશોરીઓમાં નિયમિત રીતે આયર્નની ગોળી અપાય છે. લોહતત્ત્વની ઊણપ દૂર કરવા સરકાર ગોળીનું નિ:શુલ્ક વિતરણ કરે છે. આમ છતાં કિશોરીઓ આયર્નની ગોળી લેવાનું ટાળે છે. તેનું કારણ તેમની જીદ કે સ્વાસ્થ્ય પ્રત્યેની ઉદાસીનતા નથી. કારણ ગોળીના રંગ પ્રત્યેની સમાજની વિચારસરણી છે. લાલ રંગની ગોળી સગર્ભાઓ અને કિશોરીઓને અપાય છે. કારણે કિશોરીઓ સામે લોકો શંકાની નજરથી જોવા લાગ્યા. અણિયારા સવાલોથી ત્રસ્ત થઈને કિશોરીઓએ ગોળીનું સેવન કરવાનું બંધ કરી દીધું!

સમસ્યા માત્ર ગુજરાતમાં નહોતી. દેશનાં અનેક રાજ્યોમાં એકસરખી મુશ્કેલી સર્જાઈ અને વાત છેક કેન્દ્રીય મંત્રાલય સુધી પહોંચી. આખરે વર્ષ 2013માં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આયર્નની ગોળી માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી અને કિશોરીઓને આપવા માટે આયર્નની ગોળીનો રંગ લાલને બદલે વાદળી કરી દેવાયો. વર્ષ 2016-17માં 10-19 વર્ષના વયજૂથની 35,59,083 કિશોરીએ આર્યન ગોળી લીધી હતી. વર્ષ 2017ના 7 મહિનામાં 33,26,390 કિશોરીએ ગોળી લીધી છે.

નેશનલ ફેમિલી હેલ્થ સરવે પ્રમાણે એનિમિયા સૌથી વધુ પ્રચલિત છે. તેમાં સૌથી વધુ સંવેદનશીલ 58% સગર્ભા સ્ત્રીઓ, 50% બિન ગર્ભવતી મહિલાઓ, 56% કિશારીઓ, 30% કિશોરો, 3 વર્ષથી નાની ઉમરનાં 80% બાળકોમાં આયર્નની ઊણપ જોવા મળે છે. સરકાર દ્વારા નેશનલ આયર્ન પ્લસ ઇનિશિએટિવ હેઠળ આયર્ન ફોલિક ઍસિડ એટલે કે આયર્નની ગોળીઓ આપવામાં આવે છે. કિશોરીઓને પણ ગોળી નિયમિતરૂપે આપવામાં આવે છે. કારણકે જો નાની ઉંમરથી તેને આયર્ન મળ્યું હોય તો સગર્ભા બને ત્યાં સુધી તેને ઊણપ રહે. રીતે ઊણપની ટકાવારીમાં પણ ઘટાડો થાય.

રંગ બદલવાનાં અનેક કારણ

^નવીમાર્ગદર્શિકા પ્રમાણે અમે ગોળીઓ આપીએ છીએ. રંગ બદલવાનાં અનેક કારણો છે, માત્ર સામાજિક સમસ્યા નથી. બની શકે કે બીજાં રાજ્યોએ કેન્દ્ર સરકારને વિશે પ્રતિસાદ આપ્યો હોય એટલે પણ ફેરફાર કરાયા હોય! પણ ગોળીની ગુણવત્તામાં કોઈ ફેર થયો નથી.’ > ડૉ.એન. બી. ઢોલકિયા, એડિશનલડિરેક્ટર, મેડિકલ સર્વિસ

એનિમિયા શું છે?

એનિમિયાથીશરીરમાં લાલ રક્તકણોની સંખ્યા ઘટે છે. કામ કરવાની ક્ષમતા ઘટે છે. અનિયમિત માસિક, ધ્યાનમાં વિક્ષેપ, શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

58 ટકા સગર્ભાઓ, 56 ટકા કિશોરીઓમાં લોહતત્ત્વની ખામી

મ્હેણા-ટોણાંંથી ત્રાસેલી કિશોરીઓએ લોહતત્ત્વની લાલ ગોળી લેવાનું બંધ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...