• Gujarati News
  • National
  • ભારે વરસાદ: ઈજનેરી કોલેજોમાં શૈક્ષણિક સત્ર ત્રીજીથી શરૂ થશે

ભારે વરસાદ: ઈજનેરી કોલેજોમાં શૈક્ષણિક સત્ર ત્રીજીથી શરૂ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફી ભરવાની તેમજ રિપોર્ટિંગ માટેની અંતિમ મુદત લંબાવાઈ

એસીપીસીએ 27મીએ ડીગ્રી ઈજનેરી કોલેજોમાં શિક્ષણકાર્યનો પ્રારંભ થશે તેવી જાહેરાત કરી હતી. ફી ભરવાની, રીપોર્ટીંગ કરવા માટેની અંતિમ તારીખની મુદત લંબાવવાની જોહરાત કરી છે.

એસીપીસીના મેમ્બર સેક્રેટરી ડો.જી.પી.વડોદરીયાએ જણાવ્યું છે કે,‘ ડીગ્રી ઈજનેરી કોલેેજોના પ્રિન્સિપાલોને પ્રથમ સેમેસ્ટર ડીગ્રી ઈજનેરીમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ 27મી જુલાઈના બદલે ત્રીજી ઓગષ્ટથી પ્રારંભ કરવાની સૂચના આપવામાં આવી છે.

ડીગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ફી ભરવાની અંતિમ મુદત 28મી જુલાઈથી લંબાવીને 31મી જુલાઈ કરવામાં આવી છે. જ્યારે રીપોર્ટીંગ કરવાની લાસ્ટ ડેટ 29મી જુલાઈના બદલે બીજી ઓગષ્ટ સુધી લંબાવવામા આવી છે.

ભારે વરસાદના પગલે ગુજરાત રાજ્યની પ્રથમ વર્ષ ઈજનેરી કોલેજોમાં શૈક્ષણિક સત્રનો ત્રીજી ઓગષ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે.એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ દરેક કોલેજોના પ્રિન્સિપાલોને સંબોધન કરીને આદેશ આપ્યો છે કે ડીગ્રી ઈજનેરીના પ્રથમ સેમેસ્ટરના શિક્ષણ કાર્યનો ત્રીજી ઓગષ્ટ, 2017થી પ્રારંભ થશે.

ટેટ-ટુની પરીક્ષાની તારીખ પણ બદલાશે

રાજ્યમાંઅતિશય ભારે વરસાદની સ્થિતિના કારણે પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-2 2017ની પરીક્ષા મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાની નવી તારીખોની હવે પછીથી જાહેરાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...