• Gujarati News
  • National
  • મેડિકલ અને પેરા મેડિકલનું મેરિટ રાત્રે પણ જાહેર થયું

મેડિકલ અને પેરા મેડિકલનું મેરિટ રાત્રે પણ જાહેર થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ધોરણ12 સાયન્સ પછીના મેડિકલ-પેરા મેડિકલ વિદ્યાશાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત બુધવારે મોડી રાત સુધી પ્રવેશ મેમિટની જાહેરાત કરવા માટેના સઘન પ્રયાસો હાથ ધરાયા હતા.

પ્રવેશ કમિટીના મેમ્બર જે.જી. બુચે બુધવારે રાત્રે નવ કલાકે જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત સુધીમાં પ્રવેશ મેરિટની જાહેરાત કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, જે અંતર્ગત બુધવારે મોડી રાત્રે અથવા તો ગુરુવારે પ્રવેશ મેરિટની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે.

બીજી તરફ ગુરરુવારે બપોરે મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નીટના વિવાદમાં આમેય ચાલુ વર્ષે મેડિકલ તથા પેરામેડિકલની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કામગીરીમાં ખાસ્સો વિલંબ થઈ ચૂક્યો છે. આવામાં નીટનું કોકડું ઉકેલાતા વહેલું મેરિટ જાહેર કરવાની માંગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...