• Gujarati News
  • National
  • 29 કરોડ રૂપિયાના ખર્ચે 8 મહિના પહેલા તૈયાર થયેલો અમદાવાદ

29 કરોડ રૂપિયાના ખર્ચે 8 મહિના પહેલા તૈયાર થયેલો અમદાવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
29 કરોડ રૂપિયાના ખર્ચે 8 મહિના પહેલા તૈયાર થયેલો અમદાવાદ એરપોર્ટનો રનવે પહેલા વરસાદમાં ત્રીજી વાર તૂટી ગયો હતો. બુધવારે સવારના સમયે અમદાવાદ આવતી 5 ફ્લાઈટો મુંબઈ ખાતે ડાઈવર્ટ કરવાની ઓથોરિટીને ફરજ પડી હતી. જો કે 3489 મીટર લાંબા રનવે પર 1794 મીટરનું અંતર મળતું હોવાથી ટૂંકા રનવે સાથે દિવસ દરમિયાન વિમાન સેવા ચાલુ રખાઈ. વિઝિબિલિટી ઘટી જવાથી 50થી વધુ ફ્લાઈટો 10 મિનિટથી લઈ 2 કલાક સુધી મોડી પડી હતી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, એટીસીના અધિકારીઓ બુધવારે વહેલી સવારે 6.30 વાગે રનવેનું રૂટિન ઇન્સ્પેક્શન કરવા ગયા હતા. સવારના સમયે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને પૂણેથી અમદાવાદ આવતી 5 ફ્લાઇટને મુંબઈ ડાઈવર્ટ કરાઈ હતી. ફોટો- પ્રવીણ ઈન્દ્રેકર

29 કરોડમાં રિનોવેટ કરેલો રનવે 8 મહિનામાં ત્રીજી વખત ધોવાયો, 5 ફ્લાઈટ ડાઈવર્ટ

અન્ય સમાચારો પણ છે...