• Gujarati News
  • National
  • બિનજામીનપાત્ર વોરંટ નીકળતા સુરેન્દ્રનગરના સાંસદ કોર્ટમાં હાજર થયા

બિનજામીનપાત્ર વોરંટ નીકળતા સુરેન્દ્રનગરના સાંસદ કોર્ટમાં હાજર થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | સુરેન્દ્રનગરનાંસાંસદ દેવજી ફતેપુરાએ વર્ષ 2014માં પોતાની જમીન વેચવા કાઢતા થલતેજનાં રહેવાસી પ્રભાતસિંહ ઠાકોરે ખરીદવા માટે તૈયારી દર્શાવી હતી. તેમણે બાના પેટે રૂ. 1.48 કરોડ દેવજીભાઇને આપ્યા હતા. પરંતુ દસ્તાવેજમાં સમસ્યા સર્જાતા સોદો રદ થતા દેવજીભાઇએ રૂ. 1.48 કરોડનો ચેક બાનાની રકમ પરત કરવા આપ્યો હતો. જે રિટર્ન થતા કલોલ કોર્ટમાં કેસ દાખલ થયા બાદ કોર્ટની મુદતોમાં સાંસદ હાજર રહેતા બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કરાતા બુધવારે સાંસદ કલોલ કોર્ટમાં હાજર થયા હતા.

પ્રભાતસિંહ ઠાકોરનાં વકીલ ભાનુભાઇ પટેલનાં જણાવ્યાનુસાર કોર્ટ દ્વારા જાન્યુઆરી 2017માં વોરંટ કાઢવા છતા હાજર રહ્યા નહોતા અને 28 ફેબ્રુઆરીએ વોરંટ રદ કરાવ્યું હતું. ત્યાર બાદ એપ્રિલ તથા મે માસમાં 4 વોરંટ કાઢવા છતાં દેવજીભાઇ હાજર રહેતા કોર્ટ સમક્ષ મુદ્દે દલીલો કરાઈ હતી.

કલોલ કોર્ટનાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.આઇ.પટેલે મુદ્દે ગંભીરતા દાખવીને 22 જૂને દેવજીભાઇ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેના પગલે સાંસદ બુધવારે કલોલ કોર્ટમાં હાજર થતા તેમની સામેનું વોરંટ રદ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ, ગુરુવાર, 29 જૂન, 2017 |16

અન્ય સમાચારો પણ છે...