• Gujarati News
  • National
  • IBના રિપોર્ટને પગલે મોદીના કાર્યક્રમ અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે CISFની મોકડ્રિલ

IBના રિપોર્ટને પગલે મોદીના કાર્યક્રમ-અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે CISFની મોકડ્રિલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
GSTના વિરોધમાં વેપારીઓ મોદીના માર્ગ પર સૂઈ જશે

વડાપ્રધાનનરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન ટેક્સટાઇલના વેપારીઓ વિરોધ કરે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. અંગે ગુપ્તચર શાખાએ પોલીસને સંદેશો પાઠવ્યો છે, જેને પગલે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને મોડાસા ખાતેના નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળ, પ્રવાસના તમામ રૂટ પર સુરક્ષા કડક કરી દેવાઈ છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર બુધવારે રાત્રે 9 વાગે CISFના જવાનોએ મોકડ્રિલ કરી હતી.

ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓએ જણાવ્યું કે, દેશના તમામ વેપારી સંગઠનો જીએસટીનો વિરોધ કરી રહ્યાં છે. 29 જૂને વડાપ્રધાન 2 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. રાજકોટમાં તેમનો રોડ-શૉ છે. અમદાવાદમાં ગાંધી આશ્રમ, મણિનગર તેમજ મોડાસા, ગાંધીનગરમાં જુદા જુદા કાર્યક્રમો થશે. મોદીનાં મુલાકાત સ્થળોના રૂટ પર અમદાવાદ, સુરતના ટેક્સટાઇલના વેપારીઓ વિરોધ પ્રદર્શન કરશે, તેવી આઈબીએ દહેશત વ્યક્ત કરી છે. આઇબીની દહેશતની પોલીસે ગંભીરતાથી નોંધ લીધી છે. વેપારીઓ અમદાવાદમાં નરેન્દ્ર મોદીનો વિરોધ કરે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. જેને ધ્યાનમાં રાખી ઍરપોર્ટથી શાહીબાગ એનએક્સી અને ગાંધી આશ્રમ સુધીના રોડ ઉપરની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.

પોલીસ રિહર્સલને લીધે ગાંધીઆશ્રમ પાસેના વિસ્તારમાં લોકો હેરાન થયા.

ગુરુવારે વડાપ્રધાન મોદી અમદાવાદ આવવાના હોવાથી શહેર પોલીસે કાંકરિયાના રૂટ પર સિક્યુરિટીનું ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. ફોટો-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...