• Gujarati News
  • National
  • હેરિટેજ સિટી ડોઝિયર: ભાજપ, કોંગ્રેસ, કમિશનરનું અજ્ઞાન

હેરિટેજ સિટી ડોઝિયર: ભાજપ, કોંગ્રેસ, કમિશનરનું અજ્ઞાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડહેરિટેજ સિટીમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે યુનેસ્કોમાં કોર્પોરેશને મોકલેલા ડોઝિયર ખામીયુક્ત હોવાથી અમદાવાદ નામાંકનમાંથી ફેંકાઈ ગયું છે ત્યારે મુદ્દો બુધવારની બોર્ડ બેઠકમાં ચર્ચાયો હતો. સમગ્ર મુદ્દામાં મેયર, વિપક્ષી નેતા સહિત ભાજપ-કોંગ્રેસના સભ્યોની અજ્ઞાનતા છતી થઈ હતી. કમિશનરે તેમની અજ્ઞાનતા સામે અધૂરી સ્પષ્ટતા કરી હતી.

વિપક્ષી નેતાએ કહ્યું કે,જૂનમાં વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરી દેવામાં આવે છે ત્યારે હવે અમદાવાદ આમાંથી બાકાત છે. જ્યારે હકકીકત છે કે જૂન મહિનામાં આવી કોઈ પ્રક્રિયા થઈ નથી. આના જવાબમાં મેયર ગૌતમ શાહે પણ બાફ્યું હતું કે, માટેની પ્રક્રિયા અંગેની પોલેન્ડ ખાતેની મિટિંગ 5થી 7 જુલાઈ વચ્ચે છે. વાસ્તવમાં મિટિંગ 2થી 12 જુલાઈ સુધી છે.

કમિશનર મુકેશકુમારે સ્પષ્ટતા કરી કે, ડોઝિયર આર્કિલોજિકલ વિભાગના નિષ્ણાતોની ભલામણ અનુસાર મોકલી દેવાયું છે. પરંતુ હકીકતમાં પોલેન્ડની મિટિંગના એજન્ડામાં અમદાવાદ સિટીનો સમાવેશ છે પણ વર્ષે તેમનું ડોઝિયર માન્ય ગણાશે નહીં.

બોર્ડમાં ચર્ચા થઈ, પોલેન્ડ મિટિંગની ખબર નથી

અન્ય સમાચારો પણ છે...