• Gujarati News
  • National
  • FIIની ધૂમ ખરીદીએ નિફ્ટી ફરી 9100 ક્રોસ

FIIની ધૂમ ખરીદીએ નિફ્ટી ફરી 9100 ક્રોસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિક સંસ્થાઓની રૂ. 356.23 કરોડની નેટ ખરીદી રહી હતી. તે ઉપરાંત ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ સતત સુધરી રહ્યો છે. તેની પણ સેન્ટિમેન્ટ ઉપર સાનુકૂળ અસર જોવા મળી છે. જોકે આજે ગુડી પડવા નિમિત્તે ફોરેક્સ ઉપરાંત સંખ્યાબંધ બજારો બંધ રહ્યા હતા.

અમેરીકામાં હેલ્થકેર બિલની પીછેહઠ પછી ટ્રમ્પ સરકાર કરવેરા સુધારા માટે ઉદારમતવાદી બને તેવી ધારણા પાછળ વૈશ્વિક શેરબજારોમાં સુધારો રહ્યો હતો. ઘરઆંગણે બેન્કોની એનપીએ અંગેની નવી નીતિ ઘડાશે તેવા અહેવાલો, એફઆઇઆઇની ઇક્વિટી તેમજ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ધૂમ ખરીદી, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની સંગીન સ્થિતિ ઉપરાંત સ્ટોક સ્પેસિફિક સમાચારોએ પણ આજના સુધારામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. વૈશ્વિક બજારમાં પણ છેલ્લા કેટલાક સમયથી અફરાતફરી ભર્યો માહોલ રહ્યો છે.

ભારતી ઇન્ફ્રાટેલમાં કેકેઆર અને કેનેડિયન પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે 10.3 ટકા હિસ્સો લીધાના સમાચારો પાછળ શેર 2 ટકા વધ્યો હતો. તેજ રીતે દીશમાન ફાર્મા પણ તેની પાર્ટનર કંપની ટેસારોને યુએસેફડીએની કેન્સરની દવાને મંજૂરીના અહેવાલો પાછળ 20 ટકા ઊછળ્યો હતો. હાઉસિંગ લોન કંપનીઓ એચડીએફસી, જીઆઇસી હાઉસિંગ, દેવાન હાઉસિંગ અને એલઆઇસી હાઉસિંગમાં પણ લોનની ડિમાન્ડમાં વધારો થયાના અહેવાલો પાછળ ખરીદીનું આકર્ષણ રહ્યું હતું.

પાવરશેર્સમાં કરન્ટ: પાવરઇન્ડેક્સ સાધારણ સુધર્યો હતો. પરંતુ સેક્ટરમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે અદાણી પાવર 2.05 ટકા, તાતા પાવર 2.01 ટકા, સીઇએસસી 1.09 ટકા, જેએસડબલ્યૂ એનર્જી 1.07 ટકા, જીએમઆર 0.92 ટકા વધ્યા હતા.

એક્સિસબેન્ક 3 ટકા ઊછળ્યો: એક્સિસબેન્કે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ફંડ એકત્ર કર્યાના અહેવાલો પાછળ બેન્કેક્સ 188 પોઇન્ટ ઉછળવા સાથે એક્સિસ બેન્ક 3.23 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.26 ટકા, બેન્ક ઓફ બરોડા 1.14 ટકા, સ્ટેટ બેન્ક 1 ટકા અને પીએનબી 0.68 ટકા સુધર્યા હતા. જોકે, કોટક બેન્ક 1.25 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

ઓટોમેજર્સ ટોપ ગિયરમાં: ઓટોઇન્ડેક્સ 170 પોઇન્ટ વધવા સાથે ઇન્ડેક્સ બેઝ્ડ આઇશર મોટર્સ 3.18 ટકા, ભારત ફોર્જ 2.97 ટકા, મધરસન સુમી 1.83 ટકા, તાતા મોટર્સ 1.48 ટકા, એક્સાઇડ 1.33 ટકા, ક્યુમિન્સ 1.17 ટકા વધ્યા હતા. જોકે એમઆરએફ 2.66 ટકા ઘટ્યો હતો. મારૂતિ અને હિરો મોટોકોર્પમાં પણ સાધારણ નરમાઇ રહી હતી.

સ્મોલકેપ તેજીનો વાયરો

કંપની બંધ સુધારો

પોલિમેડ279.7019.99

દિશમાન278.2019.99

ઓક્પ્લા145.0519.98

ન્યુલેન્ડલેબ 1488.0017.85

આઇઓએલ63.35-19.96

સેન્સેક્સ પેકની સ્થિતિ

કંપની બંધ સુધારો

એચડીએફસી1503.801.97

તાતામોટર્સ 472.401.48

એશિયનપેઇન્ટ 1057.651.32

સનફાર્મા 698.551.10

ઓએનજીસી187.15-1.08

બીએસઇ ખાતે આજે કુલ 3054 સ્ક્રીપ્સમાં ટ્રેડિંગ હતું. તે પૈકી 1439 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1403 સ્ક્રીપ્સમાં ઘટાડો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાધારણ સાવચેતી અને પ્રોફીટ બુકિંગનું રહ્યું છે.

વૈશ્વિકશેરબજારોમાં ધીમો સુધારો |હેલ્થકેર બિલની પીછેહઠ પછી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર યુએસ ટેક્સેશનમાં ઉદારીકરણના પગલાં વધુ અસરકારક ભરે તેવા આશાવાદે યુરોપિયન શેરબજારોમાં સાધારણ સુધર્યા મથાળે ખુલ્યા હતા.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ: ટ્રેન્ડ સાવચેતીનો

બેન્કિંગ, ઓટો, ટેલિકોમ, મિડકેપ-સ્મોલકેપ અને પાવર શેર્સમાં વેલ્યુ બાઇંગ, સેન્સેક્સ 172 પોઇન્ટ વધ્યો

અન્ય સમાચારો પણ છે...