• Gujarati News
  • National
  • આજે ચેટીચંડ: ભગવાન ઝૂલેલાલની 25થી વધુ મંદિરોમાં વિશેષ પૂજા થશે

આજે ચેટીચંડ: ભગવાન ઝૂલેલાલની 25થી વધુ મંદિરોમાં વિશેષ પૂજા થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પૂર્વ વિસ્તારમાં એટલે કે, નરોડા, કુબેેરનગર, સરદારનગર, બાપુનગરમાં મળીને 20 જેટલાં મંદિરો આવેલાં છે. અંગે માહિતી આપતા સિંધી સમાજના આગેવાન બલરામ થવાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સિંધી સમાજ લાખોની સંખ્યામાં રહે છે. હાલમાં 25થી 30 જેટલા મંદિરો છે. માત્ર પૂર્વ અમદાવાદમાં નહીં પશ્ચિમ અમદાવાદમાં પણ એલિસબ્રિજ, વાડજ, સાબરમતી અને બોડકદેવ ખાતે પૂજ્ય ઝૂલેલાલ બિરાજમાન છે. પાંચકૂવા અને મણિનગર ખાતે માર્કેટમાં ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં લોકો તેમની પૂજા કરે છે.

પાંચકૂવા-નરોડામાં શોભાયાત્રાનાં આયોજન

અંગે કમિટીના જનરલ સેક્રેટરી રાજુ ધોલાણીએ જણાવ્યું હતું કે, શોભાયાત્રાને લીલીઝંડી બતાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, જમાલપુર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતના લોકો બપોરે કલાકે ઉપસ્થિત રહેશે.નરોડા પાટિયાથી નીકળનારી શોભાયાત્રા કુબેરનગર રેલવે ક્રોસિંગ, જી વોર્ડ, માયાસિનેમા રોજ, કોતરપુર, હાંસોલ, ભીલવાસ, સરદારનગર થઇને સાબરમતી નદીમાં પૂર્ણ થશે.

સરદારનગરનું 50 વર્ષ જૂનું ઝૂલેલાલ મંદિર સિંધીઓનું આસ્થાનું કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...