• Gujarati News
  • National
  • અંતે વિરમગામમાં દબાણોનો સર્વે શરૂ, કોર્ટ ફરીયાદ બાદ તંત્ર જાગ્યુ

અંતે વિરમગામમાં દબાણોનો સર્વે શરૂ, કોર્ટ ફરીયાદ બાદ તંત્ર જાગ્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામશહેરમાં નગરપાલિકા વિસ્તારમાં દબાણોનો રાફડો ફાટ્યો છે અને નગરપાલિકાના સત્તાધીશોની રહેમ નજર નીચે બેરોકટોક વર્ષોથી ગેરકાયદે દબાણો થતા રહ્યા છે.

વિરમગામ શહેરમાં પાંચ હજારથી પણ વધુ દબાણો છે. જેણે વિરમગામ શહેરની સુંદરતાને ગ્રહણ લગાડેલ છે. ત્યારે વિરમગામ શહેરમાં દબાણ બાબતે ના. કોર્ટમાં ફરીયાદ દાખલ થયેલ અને જે મેટર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલ જેમાં વિરમગામ શહેરમાં આવેલ 869 દબાણોનો ઉલ્લેખ કરાયેલ જેમાં કોર્ટ દ્વારા અમદાવાદ જીલ્લા કલેક્ટરને બાબતે ફાયનલ સર્વે સાથેની વિગતો માંગતા અમદાવાદ જીલ્લા કલેક્ટર દ્વારા ડીઈએલઆર (ડીસ્ટ્રીક્ટ ઈન્સેટ લેન્ડ રેકર્ડ) જીલ્લા મોજણી, સેવાસદન, અમદાવાદ તથા વિરમગામ સીટી સર્વે, નગરપાલિકા એન્ક્રોચમેન્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા અમદાવાદ જીલ્લા કલેક્ટરના હુકમ અનુસાર માર્કીંગ સાથે નગરપાલિકાના સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર 869 દબાણોની લીજની મેટર માર્ચના અંત સુધીમાં તૈયાર કરી સોંપવામાં આવશે.

વિરમગામમાં વર્ષો જૂના દબાણ અંગે કોર્ટ ફરીયાદ બાદ તંત્રે દબાણના સર્વેની કારગીરી હાથ ધરી હતી.તસવીર-જયદીપ પાઠક

ડીસ્ટ્રીક ઈમ્સેટ લેન્ડ રેકોર્ડ, સીટી સર્વે, એન્ક્રોચમેન્ટની ટીમ દ્વારા સંયુક્ત દબાણોની માપણી હાથ ધરાઈ,દબાણકર્તાઓમાં ફફડાટ

અન્ય સમાચારો પણ છે...