તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બગોદરા બાદ હવે લીંબડી પંથકમાં નાના મોટા ઉદ્યોગો વિકાસ પામશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગોદરા બાદ હવે લીંબડી પંથકમાં નાના મોટા ઉદ્યોગો વિકાસ પામશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદથીછેક બગોદરા હાઇવે પર અનેક નાના મોટા ઉદ્યોગો વિકસી રહ્યા છે. આથી હવે મોટા ઉદ્યોગપતિઓ અને અનેક નાની મોટી કંપનીઓની નજર હવે બગોદરા-લીંબડી હાઈવે પર મંડાઈ છે. ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સ્થાનિક ઉદ્યોગકારો ના સંયુક્ત ઉપક્રમે લીંબડીમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં લીંબડી પંથકમાં ઉદ્યોગનાં વિકાસ માટે ચર્ચા વિચારણા થઇ હતી.

લીંબડી પંથકમાં ઉદ્યોગોને જરૂરી પ્રમાણમાં પાણી, ઉર્જા તથા પરિવહન માટે નેશનલ હાઈવે જેવી સુવિધા ઉપલબ્ધ છે. હવે દેશભરના ઉદ્યોગપતિ ઓની નજર હવે બગોદરા હાઇવે પર મંડાઈ છે. મીઠાપુર, જનશાળી તથા પાણશીણા, જાખણ અને ચોરણીયા આજુબાજુ કંપનીઓ સ્થાપના થવાની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે ઉદ્યોગપતિઓ ના સરકારી કચેરીઓમાં આંટાફેરા વધી રહ્યાછે. પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના જનરલ મેનેજર ડી.જી.દલાલે, જિલ્લા ઉદ્યોગ અધિકારી કે. ડી. પારેશિયા, સ્ટેટ બેન્કના મેનેજર ગૌરાંગ ઠાકર તથા પ્રકાશભાઈ સોનીએ ઉદ્યોગકારોને સરકારની વિવિધ યોજનાનો અને ઉદ્યોગોને સરકાર દ્વારા આર્થિક સહાય સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રસંગે શહેરના વેપારી મંડળના પ્રમુખ જાફરભાઇ કોઠીયા, શંકરભાઈ દલવાડી, તથા વેપારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાણી, ઉર્જા તથા પરિવહન માટે નેશનલ હાઈવે જેવી સુવિધા ઉપલબ્ધ છે

લીંબડી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ઉદ્યોગકાર એસોસિયેશન દ્વારા સેમિનાર યોજાયો

લીંબડી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સેમિનાર યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો