તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોન્સોલિડેશન અને પ્રોફિટ બુકિંગ વચ્ચે પણ માર્કેટ તેજીની મોમેન્ટમ જાળવી રાખે તેવો આશાવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્સોલિડેશન અને પ્રોફિટ બુકિંગ વચ્ચે પણ માર્કેટ તેજીની મોમેન્ટમ જાળવી રાખે તેવો આશાવાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી ઊંચી સપાટી સર કરતો નિફ્ટી: 9400નો ટાર્ગેટ

ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 7893 પોઇન્ટની તાજેતરની બોટમથી શરૂ થયેલી અપવર્ડ ચાલમાં કેટલાંક કોન્સોલિડેશન સાથે 9200 પોઇન્ટની સપાટી ઇન્ટ્રા-ડે કૂદાવી છે. તે જોતાં માર્કેટ મોમેન્ટમ હવે 9200 અને તે ક્રોસ થયા પછી ઉપરમાં 9400 પોઇન્ટ સુધી જઇ શકે તેવી શક્યતા હોવાનો આશાવાદ છે.

યુએસ ફેડનાના 25 બેઝિસ પોઇન્ટ વ્યાજવધારાને પચાવીને વૈશ્વિક શેરબજારો પણ હવે માનવા લાગ્યા છે કે, યુએસ તેમજ વર્લ્ડ ઇકોનોમિ ફરી સુધારાના પાટે ચડ્યા છે. તે જોતાં ચાલુ કેલેન્ડર વર્ષમાં યુએસ ફેડ રિઝર્વ તરફથી આવનારા બે વ્યાજદર વધારાની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર પોઝિટિવ અસર રહેવાનો આશાવાદ સેવાઇ રહ્યો છે. સ્થાનિક લેવલે હવે જીએસટીનો તા. 1લી જુલાઇથી અમલ નક્કી મનાઇ રહ્યો છે. પરંતુ માની લઇએ કોઇક નબળાં કારણો આવી પણ જાય તો નિફ્ટી માટે 8950, 8637 પોઇન્ટની સપાટીઓ રોક બોટમની ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

વિતેલા સપ્તાહની વાત કરીએ તો સેન્સેક્સે 29437.23 પોઇન્ટના મથાળે ઓપનિંગ આપ્યા બાદ 29824.62 પોઇન્ટ અને 29356.05 પોઇન્ટની રેન્જમાં રમી છેલ્લે 702.76 પોઇન્ટના સાપ્તાહિક સુધારા સાથે 29648.99 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. આગલાં સપ્તાહે પણ સેન્સેક્સે 113.78 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો. તેજ રીતે નિફ્ટીએ પણ સાપ્તાહિક 225.50 પોઇન્ટના સુધારા સાથે 9160.05 પોઇન્ટની સપાટી નોંધાવી છે. ખાસ કરીને શુક્રવારે રિયાલ્ટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, પાવર, મેટલ, બેન્ક, ઓટો, હેલ્થકેર, આઇટી, પીએસયુ, ઓઇલ, ટેકનોલોજી તેમજ સ્મોલ અને મિડકેપ સેગ્મેન્ટમાં સાર્વત્રિક સુધારાની ચાલ જોવા મળી છે. સેન્સેક્સ પેકની 30 પૈકી 26 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી હતી. તેમાં અદાણી પોર્ટ્સ 8.42 ટકાના ઊછાળા સાથે ટોપ ઉપર રહ્યો હતો. જ્યારે તાતા સ્ટીલ 7.32 ટકા, આઇટીસી 6.82 ટકા, એચડીએફસી 5.65 ટકા, એશિયન પેઇન્ટ્સ 4.67 ટકા, મારૂતિ 3.98 ટકા, લાર્સન 3.94 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 3.77 ટકા અને વીપ્રો 3.41 ટકા વધ્યા હતા. જોકે, કોલ ઇન્ડિયામાં સૌથી મોટો 8.47 ટકાનો કડાકો નોંધાવા ઉપરાંત ભારતી એરટેલ 4.93 ટકા ઘટ્યો હતો.

વિતેલા સપ્તાહ દરમિયાન સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વચ્ચે સંખ્યાબંધ સ્ક્રીપ વર્ષની નવી ટોચે પણ પહોંચી હતી. જ્યારે વૈશ્વિક શેરબજારો પૈકી એશિયાઇ અને યુરોપિયન શેરબજારોમાં સપ્તાહ દરમિયાન બે-તરફી વધઘટ વચ્ચે અંડરટોન સુધારા તરફી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા પણ વૈશ્વિક બજારોમાં મોટી મુવમેન્ટ જોવા મળી નથી જે દર્શાવે છે કે માર્કેટ પોઝિટીવ ઝોનમાં ચાલી રહ્યું છે.

હાયર બોટમ-લોઅર ટોપ

ડોલર સામે રૂપિયો 16 માસની ટોચે

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત સુધારાની ચાલમાં 16 માસની ટોચે પહોંચ્યો છે. ખાસ કરીને યુએસ ફેડ દ્રારા વ્યાજદર વધારા અને વિદેશી નાણાકીય સંસ્થાઓની ભારતીય ડેટ તેમજ ઇક્વિટી માર્કેટમાં શરૂ થયેલી ધૂમ ખરીદીના કારણે રૂપિ ડિમાન્ડ પણ ડોલર તૂટવા માટેનું કારણ બની રહ્યા છે. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો 114 પૈસાના સુધારા સાથે 66ની સપાટી તોડી 65.46ની સપાટીએ રહ્યો હતો. અન્ય મેજર કરન્સી સામે પણ રૂપિયામાં સુધારાની ચાલ જળવાઇ રહી હતી. આગામી દિવસોમાં રૂપિયો વધુ મજબૂત બને તેવા સંકેતો સાંપડી રહ્યાં છે.

સપ્તાહ સેન્સેક્સ નિફ્ટી

02ડિસેમ્બર 262308086

09ડિસેમ્બર 262308086

16ડિસેમ્બર 264908139

23ડિસેમ્બર 260407986

30ડિસેમ્બર 266268186

6જાન્યુઆરી 267598244

20જાન્યુઆરી 270358349

27જાન્યુઆરી 278828641

3ફેબ્રુઆરી 284128741

17ફેબ્રુઆરી 284698822

24ફેબ્રુઆરી 288938940

3માર્ચ 288328898

10માર્ચ 289468935

17માર્ચ 296499160

(*જે હાયર બોટમ ટોપની િસ્થતિ દર્શાવે છે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો