તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રિટર્ન ફાઈલ કરનારાની સંખ્યા 21 ટકા વધી: 1.48 કરોડ રિફંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિટર્ન ફાઈલ કરનારાની સંખ્યા 21 ટકા વધી: 1.48 કરોડ રિફંડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોટબંધી પછી રિટર્ન અંગે કરદાતાઓમાં જાગૃતિ વધી

28 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં 4.21 કરોડે રિટર્ન ફાઈલ કર્યાં

સી. એ. ઈન્સ્ટિટ્યૂટના પૂર્વ ચેરમેન જૈનિક વકીલે કહ્યું કે, નોટબંધીનો અમલ કરાયા પછી આઈ. ટી. રિટર્ન ફાઈલ કરવાના મુદ્દે કરદાતાઓ સજાગ બન્યા છે. બેન્કોમાં જમા થયેલ રોકડ તેમજ આવક સંબંધિત કોઈ પ્રકારની ક્વેરીનો સામનો કરવો પડે તે હેતુસર કરદાતાઓ સંપૂર્ણ વિગતો સાથે આઈ.ટી. રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. અપીલ ઈફેક્ટ આપવા સહિતની પ્રોસેસ ઝડપથી પૂરી કરીને કરદાતાઓને રિફંડ ચૂકવવા અંગે સીબીડીટીએ આપેલી સૂચનાનો પણ અમલ થઈ રહ્યો છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં આઈ.ટી. રિફંડ ફાઈલ કરવામાં વધારો થયો છે અને ગત વર્ષની તુલનાએ તેમાં 21 ટકા વધારો નોંધાયો છે. તા.28 ફેબ્રુઆરી સુધીમાં 4.30 કરોડ આઈ. ટી. રિટર્ન પ્રોસેસ કરાયા છે અને અગાઉના વર્ષોનો બેકલોગ પણ ક્લીયર કરાયો છે.

ઈન્કમટેક્સના કાયદા મુજબ રિટર્ન ફાઈલ થયાના એક વર્ષમાં પ્રોસેસ કરવાના હોય છે. ઓટોમેશનને વેગ આપીને તેમજ ઈ- ફાઈલિંગની પ્રોસેસ વધુ સરળ બનાવીને તથા પ્રોએક્ટિવ મોનિટરિંગનો અમલ કરીને આઈ. ટી. રિટર્નના પ્રોસેસની સમય મર્યાદા ઘટાડવા માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 90 ટકા રિફંડ બે મહિનામાં તેમજ 67 ટકા રિફંડ 30 દિવસમાં ચૂકવવામાં આવ્યા છે.

ફેબ્રુઆરી સુધીમાં રૂ. 1,48,459 કરોડનું રિફંડ ચૂકવાયું છે, જે ગત વર્ષે ચૂકવાયેલા રિફંડની સરખામણીએ 30 ટકા વધુ છે. કેન્દ્ર સરકારે, કરદાતાઓને રિફંડ ઈશ્યૂ કરવાની પ્રક્રિયા પર ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે અને ખાસ કરીને રૂ. 50 હજાર સુધીની નાની રકમના રિફંડ ઈશ્યૂ કરવાને અગ્રતા અપાઈ છે. 2013-14, 2014-15 અને 2015-16ના આકારણી વર્ષના નોન- સ્ક્રુટિની કેસોમાં રૂ. 5 હજાર સુધીના રિફંડની રકમ કરદાતાની બાકી રકમ સામે એડજસ્ટ કર્યા વિના ચૂકવી દેવા સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો