તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોનસ ટાળવા કર્મીની ગણતરી વર્ગ 3માં અને પગાર વર્ગ 4નો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોનસ ટાળવા કર્મીની ગણતરી વર્ગ-3માં અને પગાર વર્ગ-4નો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસ્ટિસ એસ.જી. શાહે રાજ્ય સરકાર, વાહનવ્યવહાર વિભાગ તેમજ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને નોટિસ પાઠવી 30 દિવસમાં જરૂરી એફિડેવિટ કરવા આદેશ આપ્યો છે.

અરજદાર પ્રકાશ પરમાર સહિત 54 એસટીના ડ્રાઇવર કંડક્ટરે એડવોકેટ નિકુંજ બલર મારફત કરેલી રિટમાં રજૂઆત કરી છે કે, અરજદાર સહિત અન્ય કેટલાક કર્મચારીઓ 28મી ફેબ્રુઆરી 2011ના રોજ 4500ના ફિક્સ પગારના વેતનથી એસટીમાં નિમણૂક પામ્યા હતા. એવી શરત રખાઈ હતી કે, પાંચ વર્ષ પૂર્ણ થતાં જો તેમની કામગીરી સંતોષકારક હશે તો તેમને કાયમી નિયુક્તિ આપવામાં આવશે. 2012માં તેમને ફિક્સ પે માંથી નિયમિત પગારધોરણ આપવાનો હુકમ થયો હતો. જેા તેમને વર્ગ-2માંથી વર્ગ 4 કર્મચારી તરીકે ગણી રૂ. 5300નો પગાર ધોરણ નક્કી કરાયું હતું.

રાજ્યમાં કન્ડક્ટર અને ડ્રાઇવરની પોસ્ટ વર્ગ-3માં સમાવિષ્ઠ છે જો કે તેમને વર્ગ -4માં ગણવામાં આવે છે. વર્ગ -3ના પગાર ધોરણ 5200થી 20200 છે. દરમિયાન 2015-2016માં બોર્ડ દ્વારા વર્ગ-4ના કર્મચારીઓ માટે 3500નું બોનસ જાહેર કર્યું હતું. તે બોનસ માટે બહાર પાડેલા જાહેરનામા બાદ વધુ એક જાહેરનામું બહાર પાડી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કન્ડકટર અને ડ્રાઇવર વર્ગ-3માં આવે છે. વર્ગ-4ના કર્મચારીઓમાં વોચમેન, કામદાર આવે છે.

જો કે તેમને પગાર વર્ગ-4ના ધારાધોરણ પ્રમાણે ચૂકવાય છે. જો વર્ગ -3માં તેમની નિયુક્તિ થઇ હોય તો તેમનો પગાર 19950 હોવો જોઇએ તેને બદલે તેમનો પગાર 13749 ચૂકવાય છે.

એસટી નિગમ તેમજ સરકારને નોટિસ

સરકારની નીતિને હાઇકોર્ટમાં પડકારાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો