તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મની લોન્ડરિંગ: ભજિયાવાલાના જામીન નામંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મની લોન્ડરિંગ: ભજિયાવાલાના જામીન નામંજૂર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોટબંધીવખતે સુરતની બેન્કોમાં કરોડો રૂપિયાની હેરાફેરી કરનાર જિજ્ઞેશ ભજીયાવાલાની જામીન અરજી ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જામીન નામંજૂર કરતા કોર્ટે 94 પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ આર્થિક ગુનાખોરી કરી હોવાની વ્યાખ્યામાં આવે છે. તેની સામે રૂ.3.54 કરોડની નવી નોટો બદલવાનો ગુનો છે. આરોપી નવી નોટો કોની પાસેથી કયાંથી લાવ્યો તે બતાવી શક્યો નથી.

એન્ફોર્સમેન્ટ વિભાગે આરોપી જિજ્ઞેશ સામે કોર્ટમાં 41 પેજની ફરિયાદમાં 12 સાક્ષીઓ અને 3 હજાર જેટલા દસ્તાવેજો રજૂ કર્યા છે. સુરત પિપલ્સ કો ઓપરેટિવ બેન્કના વિજય ભટ્ટને સાક્ષી દર્શાવ્યા છે. એન્ફોર્સમેન્ટ વિભાગે આરોપી જિજ્ઞેશ ભજીયાવાલાની રૂ.1.4 કરોડની નવી નોટોની હેરાફેરીમાં ધરપકડ કરી હતી. સુરત પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કની ઉધના બ્રાન્ચમાં જુદા-જુદા આઇડી પ્રૂફ મૂકીને નવી નોટો બદલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો