તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એરપોર્ટ ટર્મિનલનું સંચાલન મે સુધીમાં ખાનગી કંપનીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ ટર્મિનલનું સંચાલન મે સુધીમાં ખાનગી કંપનીને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એરપોર્ટઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ અને જયપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ સહિત અન્ય એરિયાનું સંચાલન અને મેઈન્ટેનન્સ ખાનગી કંપનીને સોંપવાની કવાયાત ચાલી રહી છે. બંને એરપોર્ટના સંચાલન માટે 11 કંપનીઓએ રસ દાખવ્યો છે. કંપનીઓના બીડ સહિત અન્ય કામગીરી પૂર્ણ કર્યા બાદ મેના અંત સુધીમાં બંને એરપોર્ટ ખાનગી કંપનીને સોંપી દેવાશે. અગાઉ બે ‌વાર ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કર્યા બાદ પૂર્ણ થઈ શકી હતી.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, પેસેન્જરોને સારી સુવિધા માટે ટર્મિનલ બિલ્ડિંગ, પેસેન્જર બોર્ડિંગ એરિયા, એપ્રોન એરિયા સહિત કેટલાક વિસ્તારોના સંચાલન અને મેઈન્ટેનન્સ ખાનગી કંપનીને સોંપાશે.

7 માર્ચે 11 કંપનીઓએ પ્રીબિડ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં જીએમઆર, જીવીકે, અદાણી પોર્ટ સહિત 11 કંપનીઓએ અમદાવાદ એરપોર્ટ માટે તેમજ 11માંથી 6 કંપનીઓએ જયપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના સંચાલન માટે રસ દાખવ્યો હતો.

અગાઉ બે વાર પ્રયાસ સફળ થયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો