તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • DPSએ ફીમાં રૂ.12 હજાર સુધી વધારો કર્યો, વાલીઓના દેખાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DPSએ ફીમાં રૂ.12 હજાર સુધી વધારો કર્યો, વાલીઓના દેખાવો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલીઓએ ફી વધારાની માહિતી આપી તેને પાછો ખેંચવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. શનિવારે સ્કૂલ બહાર વાલીઓએ વધારો પાછો ખેંચવાની માગણી કરતાં બેનર ફરકાવ્યા હતા. વાલીઓને સ્કૂલના ઓએસડીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમણે પ્રિન્સિપાલને મળવા માટેનો આગ્રહ રાખ્યો હતો. વાલીઓના વિરોધને પગલે સ્કૂલે ગેટ બહાર બાઉન્સરો ગોઠવી દીધા હતા.

પરાગ ગાંધી નામના વાલીએ કહ્યું કે,‘ફી વધારો પાછો ખેંચવો પડશે. નહીં તો આંદોલન કરાશે.

ડીપીએસના ઓએસડી ઉન્મેશ દીક્ષિતે કહ્યું કે, ‘ફી વધારાના બહાને અંદાજે 100 વાલીઓ ડીપીએસ બોપલ ખાતે એકત્ર થયા હતા, એવું લાગે છે કે વાલીઓ સ્થાપિત હિતો છે અને તેમને પોલખોલ ટીવીના આશિષ કંજારિયા ઉશ્કેરે છે. સ્કૂલ પત્ર લખીને તમામ વાલીઓને સ્કૂલની મુલાકાત લેવા અને તેમને જો કોઈ સમસ્યા હોય તો તે અંગે ચર્ચા કરવા હંમેશા જણાવે છે.

ડીપીએસ સ્કૂલની બહાર વાલીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

ફી વધારો પાછો ખેંચાય ત્યાં સુધી આંદોલનની વાલીઓની ચીમકી

વાલીઓનો રોષ પામી ગયેલા સ્કૂલ મેનેજમેન્ટે બાઉન્સરો ગોઠવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો