તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માસીની મદદે આવેલો ભાણેજ પોલીસ પર હુમલાનો આરોપી, અંતે ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસીની મદદે આવેલો ભાણેજ પોલીસ પર હુમલાનો આરોપી, અંતે ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહપુરમાં રહેતી વહીદાબીબી ખાને સાઉદી અરેબિયામાં ફસાયેલી સગી બહેન હફીઝાને છોડાવવા માટે શુક્રવારે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કેસમાં માનવ તસ્કરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચે રિહાના ઉપરાંત મુંબઇથી પકડેલા એજન્ટ ફારુખની ઓળખ કરવા માટે વહીદા મહિલા પોલીસ સ્ટેશન ગયા હતા. તેમજ માસી હફીઝાને સાઉદી જવાનું હોઇ તેના પાસપોર્ટ કરાવવા, માસી સાથે એજન્ટને મળવા જવા તથા માસીને મુંબઇ લઇ મુકવા ગયેલો ભાણેજ તથા વહીદા દિકરો સોહિલ ખાન મહિલા પોલીસ સ્ટેશને તપાસમાં મદદ મળે તે માટે જવાબ જવાબ લખાવવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી પન્ના મોમાયાના માણસોએ તેને ઝડપી લીધો હતો. સોહિલ ખાન 4 મહિનાથી ફરાર હતો. 12 નવેમ્બર 2016ના રોજ 6 શખ્સોએ પેટ્રોલિંગમાં રહેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેપાલસિંગ વાઘેલા ગીતામંદિર ભૂતની આંબલી પાસે એક તકરારમાં તલવારથી હુમલો કર્યો હતો. ગુનાનો એક આરોપી સોહિલખાન 4 મહિનાથી ફરાર હતો.

ફરિયાદી કોન્સ્ટેબલ મહેપાલસિંગ વાઘેલાએ કહ્યું કે, મારા પર તલવારથી હુમલો કરનારા 6 શખ્સમાંનો એક આરોપી સોહેલ ખાન પણ છે. જે છેલ્લા 3 મહિનાથી ભાગેડુ હતો. મહિલા પોલીસ સ્ટેશનમાંથી મને શનિનારે બપોરે ફોન આવ્યો હતો. જેમાં મને એક આરોપી પકડાયો છે તમે ઓળખ માટે આવી શકોω એમ પુછતા મે હા પાડી અને હું ઓળખ માટે પહોંચી ગયો હતો.

કાગડાપીઠના કોન્સ્ટેબલ પર તલવારથી હુમલો કરી ભાગી ગયો હતો

સાઉદીમાં ફસાયેલી મહિલાનાં કેસમાં વળાંક, પોલીસે નિવેદન માટે બોલાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો