તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નોટબંધીને લીધે આવેલી મંદી પૂરી, રિયલ એસ્ટેટમાં નવેસરથી તેજી શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટબંધીને લીધે આવેલી મંદી પૂરી, રિયલ એસ્ટેટમાં નવેસરથી તેજી શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
^નરેન્દ્ર મોદીનું એફોર્ડેબલ હાઉસિંગનું સપનું અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને બજેટમાં આપેલી રાહતથી સેક્ટરમાં તેજી છે. જો મહિલાના નામ મિલકત હોય તો તેમાં વ્યાજમાં પણ અમે 0.05 ટકાનો લાભ આપી રહ્યા છીએ. > પી.શ્રીરામઅય્યર, સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયા

દોઢ મહિનામાં ઈન્ક્વાયરી વધી

^અમદાવાદશહેરમાં અનેક ક્ષેત્રમાં છેલ્લા દોઢ મહિનાથી ઇન્કવાયરી વધી છે. ખાસ કરીને એર્ફોડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં ઇન્ક્વાયરી વધી છે. ભાવ ધટ્યા પણ નથી પરંતુ તેમ છતાં તેજીનો સંચાર જોવા મળે છે. બાબત દર્શાવે છે કે હવે સુધારો ઝડપી બન્યો છે. > સંકેતશાહ, પ્રેરણાઈન્ફ્રાબિલ્ડ લિ.

હાલ સારી તેજી દેખાઈ રહી છે

^આજેઅમદાવાદમાં તેજી -મંદીની વાતો છે તે ખરેખર સત્યથી વેગળી છે. સેક્ટર વાઇઝ જોઇએ તો ચોક્કસ વિસ્તારમાં તેજી છે અને ચોક્કસ સેક્ટર જેવા કે એફોર્ડેબલ હાઉસિંગમાં તેજી જોવા મળી રહી છે. આમ તેજીની નિશાની હાલ વધારે જોવા મળી રહી છે. > અચલબકેરી, સિમ્ફનીલિમિટેડ

5 દિવસમાં ફાઇલ મંજૂર થશે

^પારદર્શકવહીવટના ભાગરૂપે અમે પ્રિ સ્ક્રુટીની સેન્ટર ઊભું કર્યું છે. પહેલાથી સ્ક્રુટીની થયેલી ફાઇલ 10 દિવસમાં ક્લીયર થઇ શકે છે.આ સિવાય અમે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ 5 દિવસમાં ફાઇલ ક્લિયર કરવાની વ્યવસ્થા છે. > ભૂપેન્દ્રપટેલ, ચેરમેન,ઔડા

ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ

^રાજ્યમાંવધુ પારદર્શક અને સરળ વહીવટ માટે હવે ઓનલાઇન ફાઇલિંગ અને ટ્રેકિંગ સિસ્ટમ છે. ગાંધીનગરમાંથી રેવન્યૂ અધિકારીઓ કોઇપણ ફાઇલનું ડેવલપમેન્ટ જોઇ શકે છે. અમદાવાદમાં ઝડપથી ફાઇલ ક્લીયર થાય છે. > અવંતિકાસિંઘ, કલેક્ટર,અમદાવાદ

નોટબંધી પછી ભાવ સહેજે ઘટ્યા નથી

^નોટબંધીપછી બજારમાં કડાકો બોલશે અને ભાવો ઘટશે તેવી વાતો હવા થઇ ગઇ છે. બજારમાં આજે પણ પહેલાના ભાવથી વેચાણ થાય છે. તેમજ હવે તો ઇન્કવાયરી પણ વધી છે. > રમેશપટેલ, ગોટીઝગ્રૂપ

હકારાત્મક અભિગમથી બજારમાં તેજી

^હકારાત્મકઅભિગમને કારણે બજારમાં તેજી છે. નોટબંધી બાદ મંદીની વાતો ચાલતી હતી ત્યારે આજે ભાવ ઘટ્યા નથી પરંતુ તેમ છતાં પણ બજારમાં હકારાત્મકતાને કારણે તેજીનો સંચાર જોવા મળી રહ્યો છે.> અમિતપટેલ, મહાદેવબિલ્ડકોન

‘દિવ્ય ભાસ્કર’ના ઉપક્રમે બે દિવસના રિયલ એસ્ટેટ એક્સ્પોનો પ્રારંભ

દિવ્ય ભાસ્કર’ના ઉપક્રમે વાયએમસીએ ક્લબ ખાતે શનિવારે રિયલ એસ્ટેટ એક્સપોનું અમદાવાદના જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘે ઉદઘાટન કર્યું હતું. એકસ્પોમાં ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, સિમ્ફની ગ્રૂપના અચલ બકેરી સહિત રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો