• Gujarati News
  • National
  • અમદાવાદ |ઉંમગ સેવા ટ્રસ્ટ અને અન્નપુર્ણા કેમ્પ દ્વારા અંબાજી જતા

અમદાવાદ |ઉંમગ સેવા ટ્રસ્ટ અને અન્નપુર્ણા કેમ્પ દ્વારા અંબાજી જતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ઉંમગ સેવા ટ્રસ્ટ અને અન્નપુર્ણા કેમ્પ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે લાછડીગામ (વિસનગર) પાસે મફત મેડીકલ સેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પમાં 15 થી 20 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ સેવાનો લાભ લીધો હતો. કેમ્પમાં શ્રદ્ધાળુઓને કેમ્પના સંયમ સેવકોએ જેમને દવાની જરૂરિયાત હતી તેમને દવા અને જેમને જમવાની, નાસતાની જરૂરિયાત હતી તેમને પ્રેમથી જમવાની સેવા કરી હતી. કેમ્પમાં ઉંમગ સેવા ટ્રસ્ટના સરફરાજ મનસુરી, અજીતભાઇ, વૈભવભાઇ, મયુરભાઇ, નીરજભાઇ, વિપુલભાઇ વિગેરે તેમજ ઉપરાંત અન્નપુર્ણા સેવા કેમ્પના ગુરુપ્રિતસીંગ, જયસિંહ શેખાવત, વિરસીંગ, મનીશભાઇ અને 50 જેટલા સંયમ સેવકો હાજર રહ્યા હતા.

અંબાજી જતા પદયાત્રીઓ માટે મફત મેડીકલ સેવા અપાઇ

અન્ય સમાચારો પણ છે...