તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોદીનંુ આગમન: જિજ્ઞેશ મેવાણી અને રેશ્માની અટકાયત

મોદીનંુ આગમન: જિજ્ઞેશ મેવાણી અને રેશ્માની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: વડાપ્રધાનનરેન્દ્ર મોદી શુક્રવારથી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન પાટીદારો વિરોધ પ્રદર્શન કરી શકે તે માટે સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. ક્રાઈમ બ્રાન્ચે મોદી અમદાવાદ આવે તે પહેલા રેશ્મા પટેલની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ પોલીસે જિજ્ઞેશ મેવાણીની પણ અટકાયત કરી હોવાનું બહાર આવ્યું છે.

ઉપરાંત દિનેશ બાંભણીયાને તેના નિવાસ્થાન પર નજરકેદ કરવામાં આવ્યા છે. જૂનાગઢથી નવસારી વિરોધ કરવા માટે જૂનાગઢ જિલ્લા કન્વિનર કેતન પટેલ સહિત 40 કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી છે.

થોડા દિવસ અગાઉ અમીત શાહ અને અન્ય નેતાઓએ સુરતમાં પાટીદાર સન્માન સમારોહનો કાર્યક્રમ રાખ્યો હતો. સમારોહમાં પાટીદારોએ ખુરશીઓ ઉછાળી વિરોધ પ્રદર્શન કર્યો હતો. મોદીની સભામાં પ્રકારનું કોઈ વિરોધ પ્રદર્શન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ ખાસ તકેદારી લઈ રહી છે.

રાજ્યભરમાં ઠેક ઠેકાણે પાટીદાર આંદોલનના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરતા લલિત વસોયાએ સોશિયલ મીડિયા મારફતે સરકારને ચીમકી આપી છે કે સરકાર પોતાની મર્યાદામાં રહે અને બંધારણીય અધિકારો પર તરાપ મારે નહીંતર ગુજરાતમાં અશાંતિ સર્જાશે અને તેની જવાબાદારી સરકારની રહેશે.

અન્ય સમાચારો પણ છે...